Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateસુરત : પ્રથમવાર સમલૈંગિક સમાજના લોકોની રેલી, સમાજમાં સમાનતા મેળવવાના ઉદ્દેશ્યથી we...

સુરત : પ્રથમવાર સમલૈંગિક સમાજના લોકોની રેલી, સમાજમાં સમાનતા મેળવવાના ઉદ્દેશ્યથી we the change group દ્વારા રેલીનું આયોજન.

Published By : Disha PJB

સુરતમાં પ્રથમવાર સમલૈંગિક સમાજના લોકોએ બાઈક રેલી કાઢીને સમાજ તેમનો સ્વીકાર કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આશરે 200 પણ વધુ સમલૈંગિક સમાજના લોકો બાઈક રેલીમાં જોડાયા હતા.

We The Change Group દ્વારા આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે એલજીબીટી કોમ્યુનીટી માટે કાર્ય૨ત છે. આ બાઈક રેલી VR મોલથી શરૂ થઈને SVNIT કોલેજ સુધી પહોંચી હતી.

આ બાબતે We The Change Groupના સભ્ય નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, સમાજના લોકો અમને સ્વીકાર કરે અને સમાનતાની દ્રષ્ટિથી જુએ આ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં અમારા કમ્યુનિટીને લઈ જે પણ ભાવ છે, તેને બદલવા માટે અમે આ રેલી યોજી છે.

અમે માત્ર જણાવવા માંગી રહ્યા છે કે અમે પણ સમાજના અંગ છીએ. આ પેહલા ગુજરાતના વડોદરા, અમદાવાદ, રાજકોટ, વગેરે જગ્યાઓ ઉપર આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રેલીનું સુરતમાં પેહલી વખત આયોજન કરવામાં આવ્યું છે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!