Published by : Rana Kajal
ભારત, પાકિસ્તાન અને નેપાળ જેવા દેશોમાં કલાઈમેટ ચેન્જના કારણે ઘરેલુ હિંસા વધી… વાતાવરણની અસર માનવીના સ્વભાવ પર પડે છે . ત્યારે અમેરિકન મેડીકલ એસોસિએશન દ્વારા પ્રસિદ્ધ કરવામા આવતી સાઈકિયાટ્રી જર્નલમાં જણાવાયું છે કે કલાયમેટ ચેન્જ ના કારણે માનવીના સ્વભાવ અને વર્તનમાં ફેરફાર થાય છે. આજ કારણોસર ભારત, પાકિસ્તાન અને નેપાળ જેવા દેશોમાં ઘરેલુ હિંસાના બનાવોમાં ઍક ધારો વધારો થઈ રહ્યો છે.આ તારણ અને તૈયાર કરેલ રિપોર્ટ આશરે 2 લાખ મહિલાઓના 8 વર્ષના ડેટાના આધારે તૈયાર કરવામાં આવેલ છે. સાથે ઍવુ તારણ પણ આવ્યું છે કે તાપમાનમાં સરેરાશ ઍક ડિગ્રીનો વધારો થાય તેની સાથે સાથે ઘરેલુ હિંસામાં 4.9 ટકાનો વધારો થાય છે. તેથી ઘરેલુ હિંસાના બનાવોને કાબૂમાં લઇ રાખવા દરેક દેશે ખાસ આયોજન કરવું જોઈએ.. ભારત દેશના ભરૂચ જિલ્લા સહીતના દરેક વિસ્તારોમા પણ ઘરેલુ હિંસાના બનાવો વધ્યા છે પતિ પત્ની વચ્ચેના ઝઘડાથી લઇને મારામારી અને છેવટે છૂટા છેડા સુધીના કિસ્સાઓમાં નોધપાત્ર વધારો થયો છે