Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં SOG નું ડુપ્લિકેટ ડોકટર સર્ચ ઓપરેશન, તપાસ ટીમોએ સાગમટે...

ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં SOG નું ડુપ્લિકેટ ડોકટર સર્ચ ઓપરેશન, તપાસ ટીમોએ સાગમટે પકડા 7 ઝોલાછાપ…

Published by : Rana Kajal

  • ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરમાં SOG ના ચેકીંગમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સાતેય પરપ્રાંતિયોની ધરપકડ
  • મેડિકલ સાધનો, દવા અને ઇન્જેક્શનોનો રૂપિયા 1.69 લાખનો જથ્થો જપ્ત
  • મહામારીથી લઈ અત્યાર સુધીમાં 50 થી વધુ બોગસ તબીબોને તપાસી પોલીસે કરી કાનૂની સારવાર

ઔદ્યોગિક ગઢ દેશના દરેક પ્રાંતના લોકો માટે જ્યાં લઘુ ભારત બન્યું છે ત્યાં પરપ્રાંતિય ઝોલા છાપ બોગસ તબીબો માટે પણ ઇલાજના નામે પોતાની ગેરકાયદે હાટડીઓ હંકારવાનું પણ જાણે હબ બની રહ્યું છે.

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરો પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવા તપાસણી હાથ ધરી હતી. SOG PI આનંદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI આર.એલ.ખટાણા, આર. એસ. ચાવડાએ અલગ – અલગ ટીમો બનાવી ડુપ્લિકેટ ડોકટર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ભરૂચ એ ડિવિઝન, નબીપુર, અંકલેશ્વર શહેર, GIDC, બી ડિવિઝન, વેડચ અને વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ટીમો પેટ્રોલિંગમાં હતી. આરોગ્ય અધિકારીઓને સાથે રાખી 7 બોગસ ડોકટરોને ચેક કરતા તમામ ઝોલાછાપ નીકળ્યા હતા. કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના , મેડીકલના સાધનો , એલોપેથિક દવાઓ , ઇન્જેકશન સાથે કુલ ₹1.69 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. સાતેય ડુપ્લિકેટ ડૉક્ટર્સની આગળની ટ્રીટમેન્ટ માટે ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લવાયા છે.

મહામારી કોરોના પછી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો પકડી પાડવાની ડ્રાઈવમાં અત્યાર સુધીમા આંકડો 50 થી વધુને પાર કરી ગયો છે. જેમ ખાણી પીણીની ખુલતી હાટડીઓની જેમ જિલ્લામાં પરપ્રાંતિયો ડુપ્લિકેટ ડોકટર બની પોતાનું ગેરકાયદે દવાખાનું અને દુકાન ધમધમાવવા ધામાં નાખી રહ્યા છે.

ઝડપાયેલા 7 ઝોલાછાપ

  • મનોજકુમાર ચંપકલાલ વખારીયા, ઝાડેશ્વર રોડ, ભરૂચ
  • કરોરસિંગ દર્શનસિગ સંન્દુ, પુષ્પકુંજ સોસાયટી , ઝાડેશ્વર રોડ
  • ત્રીનાથ બાબુરામ બિસ્વાસ, રાજપીપળા રોડ , સારંગપુર અંકલેશ્વર
  • તુષાર શ્યામપદ રોય, સારંગપુર, અંકલેશ્વર
  • અબુલ અબદુર રઉફ, પિરામણ ગામ , અંકલેશ્વર
  • અરવિંદ દુખીભાઈ વિશ્વકર્મા, પિલુદ્રા , જંબુસર
  • પરેશ મનહરલાલ કંસારા, અભ્યુદય હાઇટ્સ, દહેજ બાયપાસ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!