Published By : Disha PJB
સુરત શહેરમાં વહેલી સવારે NIAની ટીમ આવી પોહચી હતી. અને એસઓજી અને પીસીબીને સાથે રાખી NIA ni ટીમે લાલગેટ વિસ્તારમાં આવેલ જનતા માર્કેટ પાસે દરોડા પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતીના આધારે, NIA ની ટીમે એક 17 વર્ષીય શંકાસ્પદ કિશોરના ઘરે દરોડા પડ્યા હતા અને તેની સઘન પૂછપરછ બાદ તેની તેના ઘરમાંથી અટકાયત કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, આ કિશોર છેલ્લા ઘણા સમયથી વિદેશી WHATS APP ગ્રુપમાં એડ હતો તેની સાથે સાથે તે પાકિસ્તાની ગ્રુપમાં પણ એડ હતો. જેથી શંકાના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના WHATS AAP, teligram, સાથે મોબાઈલની ટેકનિકલ ટીમના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.