Published By : Parul Patel
- બન્ને જિલ્લા (ભરૂચ અને નર્મદા)ના 2840 ગ્રાહકો, તો ₹77 લાખ જેવાએ હજી નથી દાખવ્યો રસ
- DGVCL ભરૂચ સર્કલમાં 17,998 રૂફટોપ સોલાર ગ્રાહકો…
ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 14469 ગ્રાહકોએ ઝીરો વીજ બિલ સામે સૌર ઉર્જાથી 2.68 કરોડ યુનિટ ઉત્પન્ન કરી ₹6.03 કરોડની વીજળી સરકારને વેચી છે.

સૌર ઊર્જા હેઠળ સોલાર રૂફટોપ લગાવી ભરૂચ અને નર્મદા જિલ્લાના ભરૂચ વીજ સર્કલના 17,998 ગ્રાહકોનું વીજ બિલ ઝીરો થઈ ગયું છે. વીજ બિલ ઝીરો આવવા સાથે તેઓ ઉત્પન્ન કરેલી વીજળી સરકારને વેચી કમાણી પણ કરી રહ્યાં છે.
ભરૂચ સર્કલમાં નાણાંકીય વર્ષ 2022-23 માં 13,536 ગ્રાહકોને સોલાર રૂફટોપના ₹5.26 કરોડ તેમના બેંક ખાતામાં સીધા જમા આપવામાં આવ્યા છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, 2840 ગ્રાહકોએ તેમના સોલાર રૂફટોપના વીજ ઉત્પાદનના ₹77 લાખ મેળવવા હજી સુધી કોઈ રસ બતાવ્યો નથી.
ગત નાણાકીય વર્ષમાં કુલ 14,469 ગ્રાહકોને રૂપિયા 6.03 કરોડની રકમ ચુકવવાની થતી હતી. જેમાં 933 ગ્રાહકોની રકમ ₹100 નીચે થતી હતી. અન્ય 1907 ગ્રાહકોએ સોલાર વીજ બિલમાં જમા થયેલા રૂપિયા લેવા અંગે હજી કોઈ સહમતી દર્શાવી નથી.