Published By:- Bhavika Sasiya
- ₹800 કરોડના ભરૂચ-દહેજ એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વે સાથે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને NH8 સાથે સીધું જોડાણ
- દહેજ બંદરે 6 ખાનગી સાથે 2 સરકારી પોર્ટ નિર્માણની કામગીરી.
- અંકલેશ્વર સાથે દહેજમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ.
- બુલેટ ટ્રેન સાથે, ગુડ્ઝ ટ્રેન પ્રોજેકટમાં દયાદરા સાથે ભરૂચ-દહેજ બ્રોડગેજનું જોડાણ.
- હાલ 13220 લોકોને રોજગારમાં વધુ 30,000 લોકો ઉમેરાશે.
- પરોક્ષ રોજગારી 46,270 માં વધુ 90,000 નો ઉમેરો થશે.
- 80 હેકટરમાં દેશનો પહેલો કેમિકલ લોજેસ્ટિક પાર્ક પણ સ્થપાઈ રહ્યો છે.
- ભાડભૂત બેરેજ બનતા દહેજ અને હજીરાનું અંતર ઘટી જશે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-07-at-3.34.50-PM.jpeg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભરૂચના દહેજ બંદરને તમામ પ્રકારની પરિવહન સુવિધા સજ્જ કરાઈ રહ્યું છે. દહેજ પોર્ટ, SEZ, PCPIR 3 રેલ, 8 પોર્ટ, 2 એરપોર્ટ, બે એક્સપ્રેસ વે, એક હાઇવે અને એક કોસ્ટલ રોડથી આગામી સમયમાં જોડાઈ જશે.
હાલ દહેજ બંદર અને ઔદ્યોગિક વસાહત 6 ખાનગી જેટીથી સજ્જ છે. જેમાં આવનાર સમયમાં કરોડોના ખર્ચે વધુ 2 સરકારી પોર્ટ આકાર પામનાર છે. રેલવે મારફતે તે ભરૂચ-દહેજ બ્રોડગેજ લાઈનથી દેશના રેલ નેટવર્ક સાથે જોડાયેલ છે. જેમાં તે દહેગામથી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સાથે વર્ષ 2027 સુધીમાં સંકળાઈ જશે. વધૂમાં વર્ષ 2024 માં જ દયાદરાથી દિલ્હી-મુંબઈ ડેડીકેટેડ વેસ્ટર્ન ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેન પ્રોજેકટ સાથે કનેક્ટિવિટી મળશે.
હાઇવેમાં સ્ટેટ હાઇવે બાદ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે જોડે આ વર્ષના અંત સુધીમાં જોડાણ મળી જશે. NH 48 જોડે પણ દહેજનું જોડાણ અપગ્રેડ કરાઈ રહ્યું છે. તો ₹800 કરોડના ખર્ચે 8 લેન એક્સેસ કંટ્રોલ એકપ્રેસ વે નું નિર્માણ કાર્ય શરૂ કરાશે.
વધુમાં ભાડભૂત બેરેજ બની રહ્યો હોય દહેજથી હજીરાનું ફોરલેન બ્રિજને લઈ અંતર ઘટી જશે. વધુમાં હાલ અંકલેશ્વરમાં એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. જે પૂર્ણ થયા બાદ દહેજમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ આકાર લેનાર છે. દહેજ-વાગરા-ભરૂચ માર્ગ પણ અપગ્રેડ કરવામાં આવે છે. સાથે જ દહેજમાં 25 KM નો કોસ્ટલ રોડ સાથે ઇમરજન્સી એસ્કેપ રોડ પણ નિર્માણ કરવાનું આયોજન છે.
દેશનું પહેલું દહેજમાં કેમિકલ લોજેસ્ટિક પાર્ક પણ બનાવવામાં આવનાર છે. હાલ દહેજમાં 13,220 લોકો સીધી રોજગારી અને 46,220 લોકોં પરોક્ષ રોજગારી મેળવી રહ્યાં છે. જે આગામી સમયમાં વધુ 30,000 લોકોને પ્રત્યક્ષ અને 90,000 લોકોને પરોક્ષ રોજગારી મળશે.