Published By : Parul Patel
- જાંબિયામાં કન્ટેનર સાથે મોપેડ ભટકાતા સલમાન પઠાણનું મોત થતા 3 પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્યું
- હાલ પાલેજ રહેતા મૂળ કાવીના પઠાણ સાઉથ આફ્રિકા વર્ક પરમીટ પર ગયા હતા
સાઉથ આફ્રિકાના જાંબિયામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના મૂળ જંબુસરના કાવીના યુવાનનું મોત થતા ગામમાં શોકનું મોજુ ફરી ગયું છે.
મૂળ જંબુસર તાલુકાના કાવી ગામના અને હાલ પાલેજ રહેતા સલમાન બશિર પઠાણ વર્ષ 2021 – 22 માં વર્ક પરમીટ ઉપર દક્ષિણ આફ્રિકા ગયા હતા. રોજગારી માટે ગયેલા સલમાન જાંબિયામાં પોતાના મોપેડ પર જઈ રહ્યાં હતાં.
ત્યારે તેઓના મોપેડને કન્ટેનરે અડફેટે લીધું હતું. અકસ્માતમાં તેઓનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. સલમાન બશિર પઠાણ નોકરી પરથી તેઓની મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેઓના નિધનને લઈ ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.