વડાપ્રધાન નરેદ્ર મોદી આમ પણ માસ્ટર સ્ટ્રોક ખેલવા માટે જાણીતા છે ત્યારે દિલ્હીના રાજપથનું નામ કર્તવ્ય પથ કરીને મોદીએ વિપક્ષ પર રાજકીય પ્રહાર કરી જનતા ને સંદેશ આપ્યો છે. આવનાર તા 7 સપ્ટેમ્બરે NDMCની બેઠક યોજાશે.જે બેઠકમાં મોદી સરકારના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. તેવા સમયે રાજપથના ભવ્ય ઈતિહાસ પર એક નજર કરતા રાજપથમાર્ગ પર ગણતંત્ર દિવસની પરેડ થતી હતી તે રાજપથનું નામ હવે બદલાવા જઈ રહ્યુ છે. ત્યારે મોદી સરકારે હવે નેતાજીની પ્રતિમાથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો રસ્તો‘કર્તવ્યપથ’તરીકે ઓળખાય તે અંગેની કવાયત શરુ કરી દીધી છે . રાજપથની સાથે મોદી સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ પણ બદલવાની તૈયારી કરી રહી છે. વધુ વિગતે જોતા પીએમ મોદી 8 સપ્ટેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કરશે. તા 7 સપ્ટેમ્બરે NDMCની મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં જ મોદી સરકારના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. રાજપથ નો ભવ્ય ઈતિહાસ જોતા આ માર્ગ ભારતની રાજધાની દિલ્હીનો શાહી રોડ છે. રાજપથ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થઈ વિજય ચોક, ઈન્ડિયા ગેટથી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય સુધી જાય છે.વર્ષોથી રાજપથ ભારતીય પ્રજાસત્તાક દિવસના સમારોહનો માર્ગ છે. દર વર્ષે આ રાજપથ પરથી ભારતના વિવિધ રાજ્યો અને સેનાની અનેક ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવે છે. તે ભારતના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંથી એક હોવાને કારણે આ માર્ગની બંને બાજુ ઝાડ, તળાવ આવેલા છે.

રાજપથ એટલે શું તે અંગેની વિગત જોઈએ તો રાજપથ એટલે રાજા મહારાજાઓનો માર્ગ
વર્ષ 1947 પહેલા આ માર્ગને ‘કિંગ્સ વે’ તરીકે ઓળખવામાં આવતો હતો . તે પશ્ચિમમાં રાષ્ટ્રપતિ ભવનથી વિજય ચોકથી પૂર્વમાં ઈન્ડિયા ગેટ થઈને ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ સુધી જાય છે. આ રાજપથ બંને બાજુ ઘાસ અને સુંદર મેદાનોથી ઘેરાયેલું છે.આ રસ્તો પશ્ચિમમાં રાયસીના ટેકરી પર ચઢીને રાષ્ટ્રપતિ ભવન, ભારતના રાષ્ટ્રપતિના નિવાસસ્થાન સુધી જાય છે, જેની બંને બાજુએ વહીવટી કેન્દ્ર અથવા સચિવાલય નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક સાઉથ બ્લોક છે. આ રાજપથ પર અનેક સરકારી ઐતિહાસિક ઈમારતો છે.

રાજપથને આગવું મહત્ત્વનું સ્થાન આપીને દિલ્હી શહેરની રૂપરેખા અંગ્રેજ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવી હતી. રાજપથની આસપાસની ઈમારતો લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર નામના અન્ય આર્કિટેક્ટ દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી. મહત્વના ભારતીય રાજકારણીઓની અંતિમયાત્રા આ રાજપથ પરથી પસાર થાય છે. રાજપથની આસપાસની મહત્વની ઈમારતોમાં સચિવાલયની ઇમારત, ભારતના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન, રાષ્ટ્રપતિ ભવન, વિજય ચોક અને ઈન્ડિયા ગેટનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિસ્તારમાં રાજકીય રીતે મહત્વની ઈમારતો આવેલી હોવાથી આ વિસ્તાર ભારે સુરક્ષા વ્યવસ્થા સાથે અત્યંત સંરક્ષિત વિસ્તાર છે. આવા રાજપથ નું નામ વડા પ્રધાન ધ્વારા બદલવાનો નિર્ણય કરી મોદીએ મેસેજ આપ્યો છે કે મારા માટે રાજપથ કરતા કર્તવ્ય નું મહત્વ વધુ છે.