Published By:-Bhavika Sasiya
- પોલીસે એક દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા ૧૩૫ વાહન ચાલકો પાસેથી ૭૧ હજારનો દંડ વસુલાયો.
- ભરૂચ શહેરના અલગ અલગ પોલીસ મથકના સર્કલ અને ચોકડી ઉપર વાહન ખડકી દેતા વાહન ચાલકો સહીત ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ૧૩૫ વાહન ચાલકો પાસેથી ૭૧ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલના માર્ગ દર્શન અને સુચનાને આધારે ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ મથકના પી.આઈ. અને સ્ટાફ તેમજ ભરૂચના એ ડીવીઝન,બી ડીવીઝન અને સી ડીવીઝન સહીત શહેર ટ્રાફિક સ્કોડ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતીઅને શહેરમાં ટ્રાવેલ્સ ચાલકો વહેલી સવારથી ઝાડેશ્વર ચોકડી,નર્મદા ચોકડી,શિતલ સર્કલ, એબીસી ચોકડી થઇ મઢુલી સર્કલ, શ્રવણ ચોકડી, મનુબર ચોકડી, દહેગામ બાયપાસ ઉપર કર્મચારીઓને લઇને નીકળે છે. તે સમયે દરેક સર્કલો પર માર્ગમાં ગમે તેમ વાહનો થોભાવી કર્મચારીઓને બસમાં બેસાડતા હોય છે.અને ઉતારતા હોય છે. જેના પગલે ટ્રાફિકજામની સ્થિતીનું નિર્માણ થાય છે સાથે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગ ઉપર ડ્રાઇવરો ટ્રાવેલ્સ પાર્ક કરી જતા રહેતા હોવાની ટ્રાફિકની સ્થિતીનું ઉદભવી હોવાથી પોલીસે ટ્રાવેલ્સ એસોસિયેશન નોટીશ આપી જાણ કરવામાં આવી હતી જે બાદ પણ ટ્રાવેલ્સચાલકો નહિ સુધરતા પોલીસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી એમવીએસીટી-૨૦૭ના ૮ કેસ,રોંગ સાઇડ ડ્રાઇવીંગ,નો પાર્કિંગના, બ્લેક ફિલ્મના, ટ્રાફિક અડચણ અન્ય કેશો મળી કુલ-૧૩૫ વાહન ચાલકો પાસેથી ૭૧ હજારથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો જયારે જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ મુકેલી ટ્રાવેલ્સોને અને મોટર સાયકલો,રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.