Published By : Parul Patel
આવનારા દિવસોમાં દેશનાં સિનિયર સિટીઝન લોકોના હિતમાં જાહેરાત થઈ શકે છે. વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે 20500નો લાભ…
વરિષ્ઠ નાગરિક બચત યોજના કેલ્ક્યુલેટરનો અમલ થશે બેંક FD અને નાની બચત યોજનાઓ બે ઓછા જોખમવાળા રોકાણ વિકલ્પો છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં ઉપલબ્ધ વ્યાજ દર હાલમાં રેકોર્ડ સ્તરે છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ માટે જુલાઈથી સપ્ટેમ્બર સુધી વ્યાજ દર 8.2 ટકા નક્કી કરવામાં આવ્યો છે. જૉકે રોકાણની મર્યાદા 15 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવી છે.
આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી ટેક્સ સિસ્ટમ લાગુ કરવાની સાથે વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત ‘સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ’ (SCSS)માં રોકાણની મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફારથી વરિષ્ઠ નાગરિકોને રોકાણ પર પહેલા કરતાં વધુ વળતર મળી રહ્યું છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં વ્યાજ દર વધીને 8.2 ટકા થયો છે. અગાઉના ક્વાર્ટરમાં તે 8 ટકા હતો. અગાઉ તેનો વ્યાજ દર 7.6 ટકા હતો, અને રોકાણ મર્યાદા 15 લાખ રૂપિયા હતી. રોકાણની મહત્તમ મર્યાદામાં વધારો અને વ્યાજ દરમાં વધારાને કારણે વરિષ્ઠ નાગરિકોને દર મહિને વ્યાજના રૂપમાં મળતી આવક બમણીથી વધુ થઈ ગઈ છે. અગાઉ, આ સ્કીમમાં રૂ.15 લાખનું રોકાણ કરવા પર, મેચ્યોરિટી પર 7.6 ટકા વ્યાજે રૂ. 20.70 લાખ મળતા હતા. જે વાર્ષિક 1.14 લાખ અને માસિક 9500 રૂપિયા હતા. નાણામંત્રી તરફથી રોકાણની મર્યાદા વધારીને રૂ. 30 લાખ કરવા પર અને વ્યાજ દર વધારીને 8.2 ટકા કરવા પર, પાંચ વર્ષની મેચ્યોરિટી પર રૂ. 12.30 લાખના વ્યાજ સાથે કુલ રૂ. 42.30 લાખ મળશે. વાર્ષિક ધોરણે ગણતરી કરીએ તો 2 લાખ 46 હજાર રૂપિયા અને માસિક ધોરણે 20500 રૂપિયા થાય છે. એટલે કે નાણામંત્રીની જાહેરાત બાદ હવે વરિષ્ઠ નાગરિકોને અગાઉ 9,500 રૂપિયાના બદલે 20,500 રૂપિયા મળશે.
આ યોજના વિગતે જોતા, સરકાર દ્વારા દેશના વૃદ્ધ નાગરિકો માટે ‘વરિષ્ઠ નાગરિક બચત યોજના’ ચલાવવામાં આવે છે. આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય નિવૃત્ત વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને દર મહિને વ્યાજના રૂપમાં પૈસા મળે છે. વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં, વ્યાજ દર ત્રિમાસિક ધોરણે સરકાર દ્વારા સંશોધિત કરવામાં આવે છે. આમાં પતિ-પત્ની બંને એક-બીજા સાથે સિંગલ એકાઉન્ટ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. ખાસ વાત એ છે કે, તેમાં રોકાણ કરીને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મેળવી શકાય છે.