Published By : Parul Patel
પૂર્વોત્તર રાજ્યના મણીપુરમાં ફાટી નીકળેલ તોફાનોમાં આદિવાસી સમાજના લોકો પર થતા અત્યાચાર મુદ્દે સાંસદ થી લઇ સડક સુધી વિરોધ નોંધાવાઈ રહ્યો છે ત્યારે આજરોજ ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા ભરૂચ-વાલિયા ખાતે આવેદન પત્ર પાઠવાયું.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-21-at-4.51.25-PM-1024x717.jpeg)
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાના આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પુર્વોત્તર ભારતના રાજ્ય મણિપુરમાં ૩જી મેના રોજ વાયરલ મેસેજને પગલે તોફાનો ફાટી નિકળ્યા હતા આ હિંસામાં અત્યાર સુધી ૧૫૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૬૦ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હાલમાં સોશ્યલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં તોફાની તત્વો બે કુકી આદિવાસી મહિલાઓને નગ્ન કરી સામુહિક બળાત્કાર કરી મહિલાઓ ઉપર અત્યાર ગુજારી રહ્યા હોવાનો વિડીયો સામે આવતા જ દેશમાં આદિવાસી સમાજ દ્વારા આ ઘટનાને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે મણિપુર હિંસા રોકવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર નિષ્ફળ છે. સાથે ભાજપની સરકાર હિંસાને સમર્થન કરતી હોય તેવા ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના અને આદિવાસી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.ત્યારે મણીપુર રાજ્યમાં આદિવાસી સમાજના લોકો પર થતા અત્યાચાર અટકાવવા અને અત્યારી સામે કડકમાં કડક વલણ અપનાવે તેવી માંગ કરવામાં આવી છે.
તે આવી જ રીતે વાલિયા મામલતદાર કચેરી ખાતે ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાના ચંપક વસાવા, ધનુબેન તડવી સહિતના આગેવાનોએ પણ એક આવેદન પત્ર પાઠવી મણીપુરની હિંસાને વખોડી કાઢી આદિવાસી સમાજ પર થતા અત્યાચારનો વિરોધ નોંધાવ્યો હતો.
તો ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા પણ મણીપુરમાં મહિલાઓ પર થયેલ બળાત્કાર, અમાનવીય કૃત્ય મુદ્દે જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું…
મણીપુરમાં મહિલાઓ પર સામુહિક બળાત્કાર અને આદિવાસી સમાજના લોકો ઉપર થતા અત્યાચારના વિરોધમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી ભરૂચ જીલ્લાના આગેવાનોએ કાળી પટ્ટી ધારણ કરી જીલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનાઓથી મણિપુરમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.જે હિંસાઓની ઘટનાઓને લઇ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદાસીન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ત્યારે તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક તોફાની તત્વોએ સામુહિક બળાત્કાર કરી બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમાં સરઘસ કાઢી અડપલા કરતા હોવાના વિડીયો સોશ્યલ મીડિયામાં સામે આવ્યા છે.ત્યારે દેશમાં મહિલાઓ સાથે થતા અત્યાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મણિપુરને શાંતિ-સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયેલા મણિપુરના મુખ્યમંત્રી અને કેન્દ્રની મોદી સરકારને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.