Published By : Parul Patel
- ભરૂચ જિલ્લાના ખેડૂતો ગ્રાહકોને રોજિંદી જરૂરીયાતની સામગ્રી એ.ટી.એમ થકી પહોંચાડે છે.
- ઓનલાઇન પેમેન્ટ કરવાની સાથે એટીએમમાંથી ગ્રાહકોને સીધી મળતી ખેડૂતોની ઓર્ગેનિક પ્રોડક્ટ
જો તમને કોઈ કહે કે એટીએમમાં જઈને ઓનલાઈન પેમેન્ટ કરવાથી રોજબરોજની જરૂરીયાતની ચીજ-વસ્તુઓ મળી રહેશે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-21-at-5.42.47-PM-2-1024x682.jpeg)
રૂપિયાની જરૂર હોય તેમ એટીએમમાંથી ઉપાડી શકે તે જ રીતે ગ્રાહક એ.ટી.એમમાંથી જીવન જરૂરી સામગ્રી ઉપાડી શકે તો આ દિવાસ્વપ્ન જેવું જ લાગે. પરંતુ આ દિવાસ્વપ્ન ભરૂચ જિલ્લાના ખેડૂતોએ હકીકતમાં પુરવાર કર્યું છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોએ નવતર આયામ અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત ઓનલાઇન પેમેન્ટ કરવા સાથે એટીએમ મશીનમાંથી જીવન જરૂરી સામગ્રી મળી રહે તે માટે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ગૌ એકતા એગ્રી ઓર્ગેનિક દ્વારા એક અનોખું એટીએમ મશીન ઊભું કરાયું છે. જે 24 કલાક ગ્રાહકો માટે કાર્યરત બનતા આર્શીવાદરૂપ સાબિત થયું છે. જેમાં 24 કલાક ગ્રાહકોને જીવન જરૂરી સામગ્રી એવી દૂધ, પાણી, ઘી, દહી છાશ સહિતની સામગ્રીઓ એટીએમ મશીન ઉપરથી ઓનલાઇન પેમેન્ટ કરતા જ તેમને આ સામગ્રીઓ તરત મળી રહે છે.આ એટીએમ મશીન ગુજરાતમાં સૌ પ્રથમ ભરૂચ જિલ્લામાં કાર્યરત કરાયું છે. આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના અન્ય સ્થળોએ પણ કાર્યરત કરાશે.