Published By:-Bhavika Sasiya
- જ્યારે પોસ્ટ કાર્ડ યુગ હતો ત્યારે પણ પોસ્ટ કાર્ડ તેના સરનામાના સ્થાને બે કે ત્રણ દિવસોમા પહોચી જતો. પોસ્ટ કાર્ડ લખનાર અને તેને કયા સરનામે પહોચાડવાનો છે તેની પર સમય નો આધાર રહેતો હતો.
પરંતુ હાલ એક પોસ્ટકાર્ડ ચર્ચામાં છે કે જે 54 વર્ષ પછી પોતાના સરનામે પહોંચ્યો હતો.
આ પોસ્ટકાર્ડ જેસિકા મીન્સ નામની મહિલાને મળ્યું છે. જેસિકાએ જણાવ્યું કે તેણીએ પોતાનો મેઈલબોક્સ ખોલતાની સાથે જ તેને 30 વર્ષથી વધુ સમય પહેલાની મૃત વ્યક્તિ સાથે સંબંધિત એક પોસ્ટકાર્ડ મળ્યું હતું. જેસિકા અનુસાર, આ પોસ્ટકાર્ડ પેરિસથી વર્ષ 1969માં મોકલવામાં આવ્યું હતું, જે 54 વર્ષ પછી એટલે કે 2023માં સાચા સરનામા (પોર્ટલેન્ડ) પર પહોંચ્યું હતું.જેસિકાએ એમ પણ જણાવ્યું કે ‘પહેલાં તો મને લાગ્યું કે આ પોસ્ટકાર્ડ મારા કોઈ પાડોશીનું હશે, પરંતુ પછી મને ખબર પડી કે તે મારા ઘરના મૂળ માલિકોના નામે છે. પોસ્ટકાર્ડ શ્રી અને શ્રીમતી રેને એ. ગગનનને મોકલવામાં આવ્યો હતો, જે રોય નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો.આ કાર્ડ એફિલ ટાવર પરથી મોકલવામાં આવ્યું હતું જેસિકાએ વધુમાં જણાવ્યું કે આ પોસ્ટકાર્ડમાં લખેલું હતું કે, ‘જ્યાર સુધી તમને આ કાર્ડ મળશે ત્યાં સુધીમાં હું ઘરે આવી ગઈ હોઈશ, પરંતુ મેં તેને એફિલ ટાવરથી મોકલવાનું યોગ્ય માન્યું, જ્યાં હું અત્યારે હાજર છું. બહુ બધુ જોવાનો મોકો તો મળ્યો નથી, પણ મેં જે જોયું તેનો આનંદ માણી રહ્યો છું.આ પોસ્ટકાર્ડ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહયો છે, જેના પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે તેની સફરની કહાની ઘણી સારી છે, તો કેટલાક યુઝર્સે પોતાના મિત્રોને પણ પોસ્ટમાં ટેગ કર્યા છે. એવી આશામાં કે જેના માટે આ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યું છે તે વ્યક્તિ તેઓ ઓળખી શકે છે.