Published By:-Bhavika Sasiya
- દિવાલોમાં ભેજ આવે છે? પોપડા ઉખડવા લાગ્યા છે?
- આ નવા આઇડિયા અપનાવો અને સમસ્યાનુ નિરાકરણ લાવો…લુક બદલો…
ચોમાસાના દિવસોમાં વઘારે વરસાદ આવવાને કારણે દિવાલોમાં ભેજ આવે છે. દિવાલોમાં ભેજ હોવાને કારણે દીવાલનો કલર તેમજ ચુનાના પોપડા ઉખડી જાય છે, આ કારણે રૂમનો આખો દેખાવ બગડી બદલાઇ જાય છે. વરસાદની સિઝનમાં રૂમને સજાવવા માટે લોકો જાતજાતના પ્રયત્નો કરતા હોય છે.આ નવી સજાવટથી સીલિંગ પણ મસ્ત લાગશે. તો જાણો યુનિક આઇડિયા વિશે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/11-Most-Effective-Ways-to-Prevent-Dampness.jpg)
- દિવાલો સજાવવા માટેની સરળ ટિપ્સ વિશે જોતા.
દિવાલોમાં ભેજ વધારે આવે છે તો વોલ ડિકલ્સ એક બેસ્ટ ઓપ્શન છે. તમે દિવાલમાં પડેલી તિરાડને છુપાવવા ઇચ્છો છો તો વોલ ડિકલ્સ એટલે કે વોલ સ્ટીકર્સનો તમે ઉપયોગ કરી શકો છો. આ વોલ ટેટૂની જેમ કામ કરે છે. વોલ ડિકલ્સથી દિવાલનો લુક બદલાઇ જાય છે અને ફેશનની દ્રષ્ટિએ પણ લોકોને પસંદ પડે છે. તેમજ જૂની અને ભેજ વાળી દિવાલને ટેક્સચરથી કવર કરી શકો છો. આ એક સસ્તો અને સારો ઓપ્શન છે. આ દરેક લોકોના બજેટમાં આવી જાય છે. ટેક્સચરથી તમે ઘરનો લુક બદલી શકો છો. આ સિવાય સીલિંગની જગ્યામાં વોલ પેપરનો ઉપયોગ પણ કરી શકો છો. ઘરની દિવાલ બહુ ખરાબ થઇ ગઇ છે તો મિરર અને વોલ હેગિંગનો ઉપયોગ કરી શકો છો. વોલ હેગિંગ એક બેસ્ટ ઓપ્શન છે. જો કે આ થોડુ મોંઘુ પડે છે, પરંતુ ઘરનો લુક આખો બદલાઇ જાય છે. વોલ હેગિંગથી દિવાલનો લુક આખો બદલાઇ જાય છે. મકાનની દિવાલ બહુ જૂની થઇ ગઇ છે અને અલગ લુક આપવાનું વિચારી રહ્યા છો તો ખાલી ફ્રેમનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ટેક્સચર પછી તમે ખાલી ફ્રેમથી દિવાલને ડેકોરેટ કરી શકો છો. ખાલી ફ્રેમ હાલમાં ટ્રેન્ડમાં છે.