Published By : Parul Patel
અયોધ્યામાં રામ મંદિરની શરૂઆતની તારીખ નક્કી કરવામાં આવી રહી છે. દેશભરના ટ્રાવેલ એજન્ટો આ તકનો લાભ લેવામાં વ્યસ્ત છે. TOIના અહેવાલ મુજબ, રામ મંદિરનું ઉદ્ઘાટન 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી, 2024 વચ્ચે થવાની સંભાવનાં છે. આ સમયગાળા માટે, અયોધ્યામાં હોટલ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓના બુકિંગ માટે ખુબ ઇન્ક્યાયરી થઈ રહી છે. મોટી સંખ્યામાં આ બુકિંગ વિનંતીઓ ટ્રાવેલ એજન્ટો દ્વારા આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય ઉદ્ઘાટન સમારોહના સપ્તાહ દરમિયાન રૂમ આરક્ષિત કરવાનો છે. બાદમાં ભક્તો પાસેથી વધુ પડતો દર વસૂલવાનો હોય શકે છે.
ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદી ઉપરાંત, 10 હજાર મહેમાનોની અપેક્ષા રખાઈ રહી છે. હાલમા રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું કે, લગભગ 10,000 મહેમાનો અભિષેક સમારોહમાં હાજરી આપશે. જો કે તેમણે પીએમને 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી વચ્ચેની તારીખો આપી છ. પરંતુ અંતિમ તારીખ તેઓ જ નક્કી કરશે. પીએમના આમંત્રણની ઘોષણા બાદ અયોધ્યાની બહાર લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. જાન્યુઆરીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. જેના કારણે અયોધ્યાની હોટેલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ સહિતની હોસ્પિટાલિટી સંસ્થાઓ દિલ્હી અને મુંબઈ જેવા વિવિધ મેટ્રો શહેરોમાંથી એડવાન્સ બુકિંગ માટે પૂછપરછ કરી રહી છે.