Published By : Parul Patel
- રાજ્ય મંત્રી કુંવરજી હળપતિના હસ્તે જંબુસરના નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ
- વિસ્તારના ત્રણ લાખ પ્રજાને આરોગ્ય સેવા મળી રહેશે
- ૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ હોસ્પિટલ અદ્યતન સુવિધાથી સજ્જ
જંબુસર ખાતે આજરોજ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું રાજયકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-31-at-2.48.20-PM-1024x560.jpeg)
ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જંબુસર ખાતે સબડિસ્ટ્રીકટ હોસ્પિટલ રૂપિયા 8 કરોડના ખર્ચે તાલુકાની ત્રણ લાખ જેટલા નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવાની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રની મળી કુલ 56 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.જે અદ્યતન હોસ્પિટલનું આજરોજ રાજયકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રીબીંગ કટિંગ અને શ્રી ફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લાના પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્ય ડી.કે.સ્વામી, જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા અને આગેવાન કિરણ મકવાણા તેમજ જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ દરરોજ 400 થી 500 દર્દીઓની ઓ.પી.ડી., રોજ 50 દર્દીઓની સારવાર તેમજ દર મહિને 100 જેટલી પ્રસૂતીની સારવાર સહીત મેજર, માઈનોર ઓપરેશન સર્જરી કરવા સાથે પોસ્ટ પાર્ટમ યુનિટ, મમતા ઘર, સી.એમ.ટી.સી. ન્યુબોર્ન તેમજ અધિક્ષક, આર.એમ.ઓ., ફિજીશીયન, જનરલ સર્જન, ગાયનેકોલોજીસ્ટ, બાળરોગ નિષ્ણાંત, એનેસ્થેટીસ્ટ, ઓર્થોપેડીક સર્જન, ફીજીયોથેરાપીસ્ટ તબીબ સેવા આપશે જયારે બ્લડ સ્ટોરેજ યુનિટ, પી.એસ.એ ઓકિસજન સેન્ટ્રલ લાઈન, આઈ.સી.યુ. તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.