Published By:-Bhavika Sasiya
- 46 વર્ષ પહેલા મોકલવામાં આવેલ નાસાના વોયેજર 2 સ્પેસક્રાફ્ટે મોકલ્યા ‘હાર્ટ બીટ’ના સંકેત.
- અવકાશી વિજ્ઞાનીકો ની દુનિયામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા વર્ષ 1977માં અન્ય ગ્રહોની શોધ કરવા માટે લોન્ચ કરવામાં આવેલ વોયેજર 2 એ પૃથ્વી પર સંકેત મોકલ્યા છે. અગાઉ, વોયેજરમાંથી નાસાનું સિગ્નલ કપાઈ ગયું હતું. તેથી વર્ષો સુધી સંપર્ક થઇ શક્યો ન હતો. તેવામાં હવે વૈજ્ઞાનિકોના પ્રયાસોથી લાંબા સમય બાદ ફરીથી આ સ્પેસક્રાફ્ટ સાથે ફરી સંપર્ક સ્થાપિત થતા વોયેજર 2 એ પૃથ્વી પર સિગ્નલ મોકલ્યા છે.તા 1ઓગસ્ટ ના મંગળવારે નાસાના એક્સપર્ટ્સની ટીમે વોયેજર 2 સાથે સંપર્ક કરવાના છેલ્લા પ્રયાસમાં ડીપ સ્પેસ નેટવર્કની મદદ લેતા ચમત્કારિક રીતે વોયેજર 2 પુનઃસ્થાપિત થયું હતું અને તેને પૃથ્વી પર સંકેતો મોકલ્યા હતા. ત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે, વોયેજર 2 હજુ પણ કામ કરી રહ્યું છે.હાલ, વોયેજર 2 સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી 12.3 અબજ માઈલ દૂર છે અને સૌરમંડળની બહાર છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે, વોયેજર 2 ને મોકલવામાં આવેલ આયોજિત આદેશોને કારણે અજાણતાં તેનો એન્ટેના પૃથ્વીથી બે ડિગ્રી દૂર ખસી ગયો હતો. જેના કારણે નાસાનો વોયેજર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
વધુ વિગતે જોતા વોયેજર 2 એ સૌરમંડળ છોડતા પહેલા ગુરુ અને શનિ ગ્રહની શોધ કરી હતી અને યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહ પર પહોંચનાર પ્રથમ સ્પેસક્રાફ્ટ બન્યું હતું. નાસાનું વોયેજર 2 સ્પેસક્રાફ્ટ ઇન્ટરસ્ટેલર માધ્યમમાં પ્રવેશ્યું છે અને તે પૃથ્વીથી લગભગ 15 અબજ માઇલ દૂર છે. વોયેજર 2 સ્પેસક્રાફ્ટમાં 12 ઇંચની ગોલ્ડ પ્લેટેડ કોપર પ્લેટ લાગેલી છે.અવકાશયાત્રી કાર્લ સાગનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, સ્પેસક્રાફ્ટની સાથે શું-શું મોકલવામાં આવશે. વોયેજર 2માં આપણા સૌરમંડળનો નકશો, રેડિયોએક્ટિવ ઘડિયાળના રૂપમાં યુરેનિયમનો ટુકડો પણ છે, જે તારીખ જણાવે છે કે સ્પેસક્રાફ્ટ કઈ તારીખે લોન્ચ થયું હતું. થોડા સમય પછી વોયેજર 2 નું પાવર બેંક સમાપ્ત થતા તે લગભગ 2025 સુધી કામ કરશે, પરંતુ તે પછી પણ આ સ્પેસક્રાફ્ટ આકાશગંગામાં ફરતું રહેશે.એવું જણાવવામાં આવી રહ્યું છે.