Published By:-Bhavika Sasiya
- લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને બદનામ કરતી પત્રિકા એ રાજકારણમા હલચલ મચાવી છે.
ગુજરાત ભાજપમાં 2020 માં પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ રાજયમાં ‘શાસન’ માં અનેક પરિવર્તનો માટે જાણીતા બનેલા અને 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને 156 બેઠકો જીતાડીને ખુદની સંગઠન ક્ષમતા સાબીત કરી ચૂકેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરવા માટે પત્રિકા વાયરલ કરવા બદલ અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ વાયરલ પત્રિકામાં પાટીલ પર ચુંટણીભંડોળના દૂરઉપયોગનો આરોપ હતો. જેનાથી ભાજપ વર્તુળોમાં પણ જબરી ચર્ચા છેડાઈ હતી પણ હવે આ વાયરલ પત્રિકા પાછળ જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં રાજકોટના જ જિનેન્દ્ર શાહના વિડીયો બાદ જે ત્રણ લોકોએ આ પત્રિકા વાયરલ કરી હતી તે સંબંધમાં સુરતના ચોર્યાશી વિસ્તારના ધારાસભ્ય સંદીપ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે દિપુ યાદવ, રાકેશ સોલંકી અને ખુમાનસિંહ પટેલ નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને તેઓ રાજયના પુર્વ મંત્રી ગણપત વસાવાના સમર્થક હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલતા સમગ્ર પ્રકરણે રાજકીય ટર્ન લીધો છે. જૉકે ગણપત વસાવા એક સમયે વિધાનસભાના અધ્યક્ષ હતા અને બાદમાં રૂપાણી સરકારમાં કેબીનેટ રેન્કના વનમંત્રી પણ હતા પણ ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારમાં 2021માં જે નો રીપીટ થિયરી બનાવવામાં આવી તેના સર્જક સી.આર.પાટીલ જ હોવાનું મનાય છે અને તેના કારણે ભાજપના અનેક દુરંધર નેતાઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે અને તેમાં ટિકીટ મેળવવામાં જો નસીબદાર રહ્યા હોય તેમાના ગણપત વસાવા એક છે પણ તેઓ સીનીયર હોવા છતાં તેઓને કોઈ મહત્વના હોદો મળ્યો નથી.
આ રીતે અનેક ભાજપના નેતાઓ ‘નારાજ’ છે અને તેથી આ પત્રિકામાં ગણપત વસાવાનું નામ પણ ઉછળ્યું છે. જો કે પોલીસે તપાસમાં હજું તે એંગલને ધ્યાનમાં રાખી કામ કર્યુ નથી કે નામ પણ રેકર્ડ પર લીધુ નથી પણ હવે આ મુદે રાજકીય પ્રત્યાઘાત પડી શકે છે સમગ્ર પ્રકરણ અંગે એફ આઈ આર નોંધાઈ છે.