Published By : Parul Patel
- ધાણીખુંટમાં અનેક ઐતિહાસિક વસ્તુઓ જોવા મળે છે
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખુંટ ગામ પાછળ એક ઇતિહાસ જોડાયેલો છે. વર્ષો જૂની ઘાણી આવેલી છે. તો ભોઈરા સહિત રાજા રજવાડાઓના સમયનું આ ગામ હોવાનું માનવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાથી 14 કિલોમીટર દૂર નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર ધાણીખુંટ ગામ આવ્યું છે. આ ગામ સાથે પૌરાણિક ઇતિહાસ સંકળાયેલો છે. તો આ ગામ ખાતે તારીહા ઉર્ફે ધારીયા ધોધ પણ સહેલાણીઓની પહેલી પસંદ બન્યું છે.
ધાણીખુંટ સાથે સંકળાયેલ પૌરાણિક વાર્તા :
સરકારી માહિતી અનુસાર પુરાણોના સમયમાં રાજાઓના સમયના કાર્યવિસ્તારએ હાલ મંડળ તરીકે ઓળખવામાં આવે છે. તે પૈકી એક સ્થળ એવો ધાણીખુંટ કે જે રાજ્ય કહેવાયું. આદિવાસી રાજા તારા મહલ અને રાણી ઉમરાવણુંએ કરજણ નદીના કિનારે વસાવેલું હતુ. અહીં રાજ્યનો કારભાર રાજા દ્વારા ચલાવાતો હતો. ત્યારબાદ રાજકુંવરએ સંભાળ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો ધાણીખુંટ વિસ્તારમાં પુરાણા અનેક અવશેષો જોવા મળે છે.

ધાણીખુંટ ગામમાં પુરાણી ઘાણી આવેલી છે. તેના પરથી આ ગામનું નામ ધાણીખુંટ પડ્યું છે. અહીં પૌરાણિક અવશેષોમાં હાથીના પગલા, બકરીના પગલા, આરામ ખુરશી સહિતના અવશેષો આવેલા છે તો કામ વિનિયા દેવનું કામ પણ કહેવાય છે. એમ કહેવાય છે કે દેવમોગરા માતાજીના પુત્ર વિનિયાદેવ અહીં આવીને વસ્યા હતા.

ધાણીખુંટ ગામ ખાતે એક કુંડમાંથી બીજા કુંડમાં પણ જઈ શકાય છે. તો પાણીમાં ઉતરે ત્યારે તુરીયા વાગે છે અને કુંડમાં અવાજ આવે છે. ધારોલી આવીને સાદ પડે એટલે અવાજ બંધ થઈ જાય છે. તો અહી ગુપ્ત ભોંયરા પણ આવ્યા છે.

તારીહા ઉર્ફે ધારીયા ધોધ સહેલાણીઓને આકર્ષે છે. હાલ તો આ ગામ ખાતે તારીહા ઉર્ફે ધારીયા ધોધ સહેલાણીઓને આકર્ષે છે. આ ધોધને પગલે સહેલાણીઓ આ ગામમાં સ્નાન કરવા તેમજ પ્રકૃત્તિનો નજારો માણવા અર્થે ઉમટી પડે છે. તેમાં પણ ચોમાસાની સીઝનમાં આ ધોધ ખાતે દૂર દૂરથી સહેલાણીઓની ભીડ ઉમટી પડે છે.