Published By : Parul Patel
આનંદના સમાચાર…ટામેટાના ભાવ આસમાને જતા ભોજનની થાળી માંથી ટામેટા લગભગ અદ્રશ્ય થઇ ગયા હતા પરંતુ હવે ટામેટા સસ્તા થશે તેવા અણસાર મળતા આનંદની લાગણી છવાઈ ગઈ છે…
ટામેટાના મોંઘા ભાવમાં મોટી રાહત મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે રવિવાર, તા 20 ઓગસ્ટ 2023થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી છે. ગ્રાહક વિભાગે NCCF અને NAFED ને 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા કહ્યું છે. જથ્થાબંધ અને છૂટક બજારમાં ભાવ ઘટ્યા પછી, ખાદ્ય ગ્રાહક બાબતોના મંત્રાલયે NCCF અને NAFEDને, 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા જણાવ્યું. અગાઉ, સરકારે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી હતી. પરંતુ માત્ર પાંચ દિવસમાં સરકારી એજન્સીઓ દ્વારા વેચાતા ટામેટાંના ભાવમાં પ્રતિ કિલો રૂ.10નો ઘટાડો કરવામાં આવ્યો છે. અતિવૃષ્ટિ અને પુરવઠાની સમસ્યાને કારણે પાકને થયેલા નુકસાનને કારણે દેશના ઘણા રાજ્યોમાં ટામેટાની કિંમત 250 રૂપિયાથી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. જે પછી NCCF અને NAFED એ 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનું શરૂ કર્યું. 16 જુલાઈ 2023 થી, કિંમતો ઘટાડીને 80 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી હતી. 20 જુલાઇથી 70 રૂપિયા પ્રતિ કિલો, સ્વતંત્રતા દિવસથી 50 રૂપિયા પ્રતિ કિલો અને હવે 40 રૂપિયા પ્રતિ કિલો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.