Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBlogपाकिस्तानियों को उल्टे पाऊं भगाने के लिए सिर्फ एक हैंड पंप ही...

पाकिस्तानियों को उल्टे पाऊं भगाने के लिए सिर्फ एक हैंड पंप ही काफी हे।

गदर – २…બીજી માં : સિનેમા…Blog : Rushi Dave

Published By : Parul Patel

આજથી બે દાયકા પહેલા ગદરમાં તારાસિંહના રોલમાં એને હેન્ડપમ્પ જમીનમાંથી ઉખાડી હવામાં ફંગોળી એને મારવા આવેલાઓને કચ્ચરઘાણ કરેલો…11 મી ઓગસ્ટ 2023 ના રોજ ગદર-2 રિલીઝ થઇ. આજે સન્ની દેઓલ સાઈઠ વર્ષ વટાવી ચુક્યો છે. એને બે દિશામાંથી ઝઝુમી રહેલા મારવા આવે છે, ત્યારે તારાસિંહની (સન્ની દેઓલ) ની નજર હેન્ડપંપ પર પડે છે, એ એની પાસે ઉભો રહીને કરડાકી આંખોથી ટોળા તરફ જુવે છે. (સિનેમા હોલમાં પ્રેક્ષકો પુશ બેક ચેરમાંથી અડધી સીટ પર આવી જાય, ચિચિયારીઓ, સીટી પર સીટી સંભળાય). પાકિસ્તાનીઓ ઉભી પૂંછડીયે છું ભાગે છે. ઇલેકટ્રીક પોલને ઉખાડીને દુશ્મનો તરફ ફેંકે છે. જબરદસ્ત જોમ, સિંહ ગર્જના સન્ની દેઓલ જ પાડી શકે.

મેં નિકલા ગડી લેકે કે….. એક મોડ આયા અને ઘર આજા પરદેશી તેરે મેરી …આ બે ગીતો ગદર 2ના પ્રાણ છે…
આજે સંતાનો સ્માર્ટફોનમાં સ્ટડી કરે છે અને એવો દેખાડો કરે છે…વાસ્તવમાં ગેમ કે ચેટિંગ કરતા હોય છે, ગદર 2 માં જીતે (ઉત્કર્ષ શર્મા) એ ફોર સાઈઝના ચોપડામા ફિલ્મ ફેર કે જેના કવરપેજ પર ધર્મેન્દ્રનો ક્લોઝપ હોય છે એ તારાસિંહ જુવે છે અને જીતેને ધોઈ નાખે છે. દરેક પરિવારમાં બને એમ જીતેની મમ્મી – મેડમ (સકીના – અમિષા પટેલ) જીતેને આંધળો પ્રેમ કરે છે. જેનો ભરપૂર લાભ જીતે ઉઠાવે છે. જીતે સુપરસ્ટાર રાજેશખન્ના, સદાબહાર અભિનેતા દેવ આનંદની સ્ટાઇલ મારે, વસ્ત્ર પરિધાન કરે, ચશ્માં નાક સુધી રાખે, કેપ પહેરે, આંખ મિચકારે, ભવા ચઢાવે, ખભા અને હાથથી અંકિક અભિનય કરે. આ બધું જોઈ મુસ્કાન (સિમરત કૌર રંધાવા) આફ્રિન થઇ જાય.

ચંદીગઢ ભણવા જવાને બદલે મુંબઈ એક્ટર બનવાની જીદ લઇને ફરતો. જીત પહોંચવા ગેરકાયદેસર પાસપોર્ટ, વિઝા બનાવે અને ત્યાંની ઇન્ટલિજેન્સ સર્વિસ (આઈ એસ આઈ) તેના પોસ્ટર બનાવી લોકોને આગવા કરે. હિન્દુસ્તાની જાસૂસને કોઈએ આશરો આપવો નહિ, આપશે તો દેશ દ્રોહ ગણાશે. પાકિસ્તાની આર્મી જનરલ (મનીષ વાઘવાન) વિલન, તારાસિંહે 20 પાકિસ્તાની લસશકરના જવાનોને મારી નાખેલા એ ઘટના એની આંખોમાં કણાની જેમ ખુંચે. તારાસિંહ ને જીવતો પકડવા બે દેશ વચ્ચેની લાઈન આરે એક્શનના બધાજ નિયમોને નેવે મૂકે. મોઢામાં સિગાર રાખીને બરાડા પાડીને હિન્દુસ્તાનીઓને ધિક્કારે.

ગદર-2 એટલે ફિલ્મ જોતી વખતે દર્શકના મગજમાં બીજો વિચાર જ ના આવે. ધનાઢ્ય મુસ્લિમોની રહેણીકરણી, પહેરવેશ, બોલચાલ, રીતરિવાજો, ઘર અને મોહલ્લાની સજાવટ, ડાઇનિંગ ટેબલ અને ડ્રોઈંગ રૂમનું રાચરચીલું, દાવત, વાનગીઓની બનાવટ આંખના પલકારામાં આવે ને જાય.

  1. તુઝે પસંદ કરના હોગા ગીતા યા કુરાન, યે પસંદગી સે તું જિંદા રહેગા યા કુરબાન હોગા ઇસકા ફેંસલા હો જાયેગા.
  2. અગર તારાસિંહ આ ગયા તો તેરે ઇતને ચીંથડે કરેગા કે પુરે પાકિસ્તાનમેં તુઝે ખોજ નહિ પાયેંગે (સિનેમા હોલમાં સીટી પર સીટી)
  3. ફિલ્મ નો શ્રેષ્ઠ ડાયલોગ : એક બાર મુઝે છું કર કહે દો મેં જાસૂસ નહિ હું, ક્યાં તુમ્હે મેરી આંખોમેં તુમહારે લિયે પ્યાર છલકતા નહિ દિખતા.
    ગદર -3 આવશે એવું ફિલ્મના અંતે લખાશે એ જોવા બેસી રહેલા દર્શકોને…
    ભારત માતા કી જાય
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!