Published By : Parul Patel
ભરૂચ જિલ્લામાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે, ત્યારે ડેન્ગ્યુ મટી જાય ત્યાર બાદ પણ સાવધાન રહેવું જરૂરી છે…
ભરૂચ જિલ્લા સહીત સમગ્ર દેશમાં ડેગ્યુના કેસમાં વધારો થયો છે. ડેગ્યુને કારણે શરીરમાં ઘણી સમસ્યા આવે છે, જેમાં શ્વેત કણોને નુકસાન કરે છે, અને પ્લેટલેટ્સમાં ઘટાડો થાય છે. જૉકે પોસ્ટ ડેગ્યુ એટલેકે ડેન્ગ્યુ મટી જાય પછીની સમસ્યા વધારે ઘાતક હોય છે. ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી, શરીરમાં ઘણી સમસ્યાઓ જણાઈ છે. તેની પાછળ બે કારણો છે. સૌ પ્રથમ ડેન્ગ્યુ અસ્થિમજ્જાને અસર કરે છે અને પછી તે શરીરમાં ઘણી ખામીઓ બનાવે છે, જે આ રોગમાંથી સાજા થયા પછી આડઅસરો તરીકે જોવામાં આવે છે.
ડેન્ગ્યુમાંથી સાજા થયા બાદ થાય છે. આ 4 સમસ્યાઓ જણાય છે જેમકે એલોપેસીયા- ડેન્ગ્યુ પછી એલોપેસીયા થઈ શકે છે. મતલબ કે તમારા વાળ ઝડપથી ખરી શકે છે અને પછી તમે ટાલ પડવાનો શિકાર બની શકો છો. આ વાસ્તવમાં શરીરમાં તમામ પોષક તત્વોની ઉણપને કારણે થઈ શકે છે, જેના કારણે વાળ મૂળથી નબળા થઈ જાય છે અને ખરવા લાગે છે. તેમજ ડેન્ગ્યુ પછી લોકોને સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ખરેખર, ડેન્ગ્યુ તાવની સૌથી મોટી અસર અસ્થિ મજ્જા પર પડે છે, જે હાડકાના સ્વાસ્થ્ય સાથે પણ સંબંધિત છે. આ સિવાય તમામ વિટામિન્સ અને મિનરલ્સની ખોટ પણ સાંધાના દુખાવાનું કારણ બને છે. સ્નાયુઓમાં દુખાવો – ડેન્ગ્યુ સ્નાયુમાં દુખાવોનું મુખ્ય કારણ હોય શકે છે કારણ કે, ડેન્ગ્યુ દરમિયાન સ્નાયુઓ નબળા પડી જાય છે. આ સ્થિતિમાં, તેમનામાં જડતા અને પીડા છે. આ ઉપરાંત, ડેન્ગ્યુ પછી, લોકો લાંબા સમય સુધી તેમના સ્નાયુઓમાં નબળાઇ અનુભવે છે. તેમજ વજનમાં ઘટાડો અને થાક ડેન્ગ્યુના કેટલાક ગંભીર લક્ષણોમાંથી એક હોઈ શકે છે. ડેન્ગ્યુ તાવ શરીરને સંપૂર્ણપણે નબળો પાડે છે કારણ કે શરીરમાં પ્લેટલેટ્સની ઉણપ છે. આવી સ્થિતિમાં વજન ઝડપથી ઘટી શકે છે, જેની પાછળ કોઈ ખાસ કારણ નથી. આ પછી લાંબા સમય સુધી નબળાઈ અને થાક અનુભવી શકો છો. તેથી, જો ડેન્ગ્યુ પછી આ બધી બાબતો થાય છે, જે અંગે તબીબની સલાહ લેવી જરૂરી છે…