Published By:-Bhavika Sasiya
- દંડ અને પોલીસ કાર્યવાહીની પણ જોગવાઈ…
- જૉકે અમલ કેટલા દિવસ ચાલે છે તે જોવુ રહ્યું..
ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં રખડતા પશુઓની સમસ્યા અંગે કડક વલણ અપનાવી મહા નગરપાલિકા અને નગર પાલિકાઓને આદેશ આપ્યા છે કે આ સમસ્યા અંગે સત્વરે કાર્યવાહી કરે.
હાઇકોર્ટે આપેલ આદેશના પગલે ભરૂચ નંગરપાલીકા પણ એક્શન મોડમાં આવતા કેટલાક નિતંત્રણો લાદયા છે. જૉકે આ અગાઉ પણ ભરૂચ નંગરપાલિકા દ્વારા રખડતા પશુઓની સમસ્યા અંગે વિવિધ પગલા લીધા હતા તેમજ રખડતા પશુઓ પકડવા કોન્ટ્રાકટ પણ આપવામાં આવ્યો હતો પરંતુ તે તમામ પગલા સફળ સાબીત થયા ન હતા.
તેમ છતાં હાલમાં ભરૂચ નગર પાલિકા દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ રખડતા પશુઓના માલિકોને રૂ 3 હજાર થી 10 હજાર સુધીનો દંડ કરવામાં આવશે. તેમજ ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે.
પશુપાલકોએ તેમના પશુઓ ઢોરવાડામાં રાખવાના રહેશે સાથેજ જાહેરમાં અને વારે તહેવારે વેચાતો અને રખડતા પશુઓને ખવડાવામાં આવતા ઘસચારા અને અન્ય ખાદ્ય સમગ્રીઓ પર પણ રોક લગાવી ધાર્મિક કારણોસર જો પશુઓને ઘાસચારો ખવડાવવાનો હોય તો પાંજરાપોળ ખાતે જઈ ખવડાવવા લોકોને અપીલ કરવામાં આવી છે.
નગરના 11 વોર્ડમાં 11 ટીમો દ્વારા રખડતા પશુઓ અંગે ખાસ પગલા અને મોનીટરીંગ કરવામાં આવશે.
જૉકે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતુ કે ઢોર ડબ્બા અંગે જગ્યા શોધવામાં આવી રહી છે સાથેજ પાલિકા દ્વારા પશુમાલિકોને સુચના આપવામાં આવી છે કે પશુઓને RFID ચીપ અને ટેગ હોય તે જરૂરી છે અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.