Published By : Parul Patel
પોલીસની હાજરીમાં નિર્દોષ પાલિકા પ્રમુખને તમાચો મારતા વાતાવરણ ગરમાયું…ગામે ગામ આવેદન પત્રો પાઠવવાની થઇ શરૂઆત…
ભુજ નગરપાલિકાની ડમ્પીંગ સાઈટ પર વીજ કરંટ લાગતા બે ગાયોના મોત નીપજ્યા હતા. રોષે ભરાયેલ પશુપાલકે નગરપાલિકાના પ્રમુખને પોલીસની હાજરીમા લાફો મારી દીધો હતો. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા લોહાણા સમાજમાં રોષની લાગણી ફેલાતા ગામે ગામ આવેદન પત્રો પાઠવાઈ રહયા છે…
ભુજ નંગરપાલિકાના નાગોર ડમ્પીંગ સાઈટ પર વીજ કરંટ લાગવાથી ગત સોમવારે બે ગાયોના મોત નીપજ્યા હતા. ઘટના સ્થળે ગયેલ પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને પોલીસની હાજરીમા સુખપર ગામના મોહન સોઢાએ તમાચો માર્યો હતો તેમ છતાં પોલીસે કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરતા રોષે ભરાયેલ લોહાણા સમાજના લોકોએ ગામેગામ આવેદન પત્રો પાઠવી પોલીસે જાતે ફરિયાદી બની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી આવેદન પત્ર દ્વારા માંગણી કરી છે.