Published By:-Bhavika Sasiya
પવિત્ર શ્રાવણમાસના અંતિમ સોમવારે ભરૂચ ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા “બિલ્વાર્પણમ” નો કાર્યક્રમ યોજાયો હતો.

દેવોના દેવ મહાકાલ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે. શ્રાવણમાસમાં મહાદેવજીને બિલ્વ ચઢાવવાનું વિશેષ મહત્વ રહ્યું છે. એવું કહેવાયું છે કે પવિત્ર શ્રાવણમાસમાં બિલ્વ ચઢાવવાથી મહાદેવજી પ્રસન્ન થાય છે,અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
ત્યારે વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે આજરોજ તારીખ 11 સપ્ટેમ્બરે ને પવિત્ર શ્રાવણમાસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી મહાબલી ગ્રુપ તેમજ શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ના સહયોગથી મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે દેવો ના દેવ મહાદેવજીને બિલ્વાઅર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શાસ્ત્રી તૃષાર ભટ્ટ, જ્યેન્દ્ર ભટ્ટ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પવિત્ર શ્રાવણમાસના છેલ્લા સોમવારે મહાદેવજીને બિલ્વર્પણ કરવાની પૂજા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી પરશુરામ સંગઠન, શ્રી મહાબલી ગ્રુપ, શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના હોદેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહી મહાદેવજીની બિલ્વ પૂજાનો લાભ લીધો હતો.