Published By:-Bhavika Sasiya
વિશ્વની એકમાત્ર એવી નદી કે જે રંગ બદલતી હોવાના કારણે લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનેલ છે.
વિશ્વની એકમાત્ર એવી રંગીન નદી જે દરેક ઋતુમાં પોતાનો રંગ બદલે છે દુનિયામાં એક એવી નદી છે જેના પાણીનો રંગ દરેક ઋતુમાં બદલાય છે.
આ નદી 100 કિ.મી. લાંબી અને 20 મીટર પહોળી છે. આ નદીના પાણીનો રંગ ક્યારેક લાલ, ક્યારેક પીળો, ક્યારેક વાદળી અને ક્યારેક લીલો થઈ જાય છે, તેથી જ આ નદીને ‘લિક્વિડ રેઈનબો’ નદી કહેવામાં આવે છે. આ નદીનું સાચું નામ કેનો ક્રિસ્ટલ્સ છે અને તે કોલંબિયામાં આવેલી છે. દુનિયાભરમાંથી લોકો અહીં ફરવા આવે છે. પરંતુ અહીં એક સમયે 7 થી વધુ લોકો જઈ શકતા નથી અને આખા દિવસમાં ફક્ત 200 લોકો જ આ નદીની મુલાકાત લેવા જાય છે.
આ નદીના રંગમાં પરિવર્તનની વાત કરીએ તો આ નદી જૂનથી નવેમ્બર મહિનામાં જ પોતાનો રંગ બદલે છે. વાસ્તવમાં આ નદીમાં ક્લેવિગેરા નામનો છોડ છે જેના કારણે નદીનો રંગ બદલાતો રહે છે. આ છોડને સૂર્યપ્રકાશ મળતા જ તેનો રંગ આછો લાલ થઈ જાય છે. મોટાભાગના દિવસોમાં આ નદીના પાણીનો રંગ આછો લાલ કે ગુલાબી હોય છે. પરંતુ ક્યારેક આ નદીનું પાણી લીલો, વાદળી, પીળો અને જાંબલી રંગનો હોય છે જેથી નદીનો રંગ બદલાય છે