Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBlogIt's a Wake-up call…तुम मेरे देश को आगे बढाने के लिए क्या...

It’s a Wake-up call…तुम मेरे देश को आगे बढाने के लिए क्या करोगे..?

બીજી મા : સિનેમા

ઋષિ દવે

Published By : Parul Patel

જવાન જોયું, આ બ્લોગ વાંચનારા વયસ્ક નાગરિકોએ શાહરુખ ખાનને જવાન જોયો હતો. આજે શાહરુખ ખાન ની ઉમર 58 વર્ષ છે. છ દાયકામાં કિંગખાનનું બિરુદ પામનાર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન જવાન ફિલ્મની નિર્માતા છે. નામ લખીને ક્રેડિટ આપવી પડે એવા 200 જણાનો કાફલો ‘જવાન’ તૈયાર કરવામાં મચી પડ્યો જેમાંથી કેટલાક નામનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે.

શાહરુખ ખાન કે જેણે આઝાદ અને વિક્રમ રાઠોડનું પાત્ર જીવંત કર્યું છે. ફિલ્મ નો પ્રારંભ થાય અને જયારે શાહરુખ ખાન સ્ક્રીન પર દેખાય ત્યારે એ બોલે મેં કૌન હું ? ડિજિટલ શાહરુખ ખાન આવે અને પછી જવાન લખાય. ફરી એ બોલે – જબ મેં વિલન બનતા હું તો કોઈ હીરો મેરે સામને ટીક નહિ શકતા. શાહરૂખને આખા શરીરે પાટા બાંધેલો, ક્લીન સેવમાં, દાઢીમૂછ વાળો, સોલ્જરના ડ્રેસમાં, ફિલ્મમાં દર્શાવાયો છે. ડબલ રોલમાં, પિતા-પુત્ર એમ બે રોલમાં.

મેટ્રો ટ્રેનને શાહરુખ અને તેની ગેંગ કે જેમાં બધી જ જાંબાઝ મહિલાઓ છે, એક સરખો યુનિફોર્મ અને શસ્ત્રધારી ખુંખાર આક્રમક રીતે શાહરુખના એક જ ઈશારે સામેવાળા પર તૂટી પડે છે. દરેક મહિલાની એક કહાની છે. જેને ભારોભાર અન્યાય થયો છે, એટલે વેરની આગ એમના હૃદય ભભૂકી રહી છે. ટ્રેનને થોભાવતા પહેલા શાહરુખ કેટલીક માંગણી મૂકે છે. એગ્રીકલચર મિનિસ્ટર મુરારીદાસને 10281 આંકડો કહી યાદ કરવા કહે છે, મિનિસ્ટર ગૅંગેફેંફે થતા એ યાદ કરાવે છે.  તમારા ટેન્યોરમાં 10281 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. દેવામાં ડૂબતા આ પગલું ભરવા મજબૂર બન્યા હતા. બેંક ખેડૂતને ટ્રેક્ટર લેવા લોન આપે તેના પર 13 ટકા વ્યાજ લે, માલેતુજારને મર્સીડીઝ લેવા માટે 8 ટકા વ્યાજે લોન આપે, કેટલી ના-ઇન્સાફી. 40 હજાર કરોડ 97 લાખ 556 રૂપિયા ખાતામાં જમા કરવાનું કહે છે. જે જમા થતા જ, ખેડૂતોના દેવાની રકમ ભરપાઈ થાય એ રીતે બેંકના ખાતાઓમાં જમા થાય છે. અતિશયોક્તિ લાગે એવું દ્રષ્યાંકન છે, ખેડૂતો અને તેમના પરિવારની ખુશીના દ્રશ્યો કંડારાયા છે.

બીજા સ્વાસ્થ્ય મંત્રી કે જેમના ટેન્યોરમાં 60 છોકરાઓ ઓક્સીજન ન મળવાંના કારણે મૃત્યુ પામેલા. સરકારી હોસ્પિટલમાં કોટનથી લઈને કાર્ડિયોલોજીસ્ટ સુધીના કમિશન નક્કી થયેલા હોય છે, ખરીદીમાં એજન્ટો ધૂમ કાળા બજાર કરે છે, ઓક્સિજન સિલિન્ડરની માંગ સામે પુરવઠો પૂરતો સપ્લાય કરવામાં કટકીનું સામ્રાજ્ય પ્રસરેલું છે. જેના પરિણામે ગામડામાં જ્યારે હોનારત થાય ત્યારે ત્યાંના નિષ્ઠાવાન ડોક્ટર કશું જ કરી શકતા નથી. ડો. હિરમની સચ્ચાઈ અને સમયસર ઓક્સિજન સિલિન્ડર મેળવવા જાનની બાજી લગાવે છે એ દ્રશ્યો ઉડીને આંખે વળગે છે. જે બાળકો મૃત્યુ પામે છે તેમના પરિવારનો આક્રાંદ આંખના ખૂણા ભીંજવે છે. આ ઘટના બાદ શાહરુખ ખાન 224 હોસ્પિટલમાં દવા સાધન સામગ્રી ઓપરેશન થિયેટરની કાયાપલટ પૂરતો ઓક્સિજન સિલિન્ડરનો સ્ટોક માત્ર પાંચ કલાકમાં જ થઈ જાય એવી માંગણી પૂરી કરાવે છે. ડો.હીરમ, ડ્રગ એડિક્ટ હતી એની નિષ્કાળજીના કારણે 60 છોકરાના મૃત્યુ થયા હતા તેવા આરોપમાંથી મુક્ત કરાવે છે. જવાન ફિલ્મમાં વિલનની ભૂમિકા વિજય સેતુપતિએ નિભાવી છે. કાલી ગાયકવાડ એની અલગ મોડસ ઓપરેન્ડી છે. હલકી કક્ષાની બંદૂકો લશ્કરના જવાનોને સપ્લાય કરી છે જેના કારણે 26 જવાનોના યુદ્ધ ભૂમિ પર અકાળે મોત થયા છે જેનો એને કોઈ જ અફસોસ નથી. શાહરુખ ખાન વિક્રમ રાઠોડના રોલમાં ઓપરેશન પાર પાડી સરહદ પરથી આતંકવાદીઓને અપહરણ કરેલા ટ્રક ડ્રાઈવરોને મુક્ત કરાવે છે. કાલી ગાયકવાડ રશિયા જઈને ત્યાંના અંડરવર્લ્ડ ડોન સાથે ડીલ કરે છે કે, ભારતમાં ઇલેક્શન આવે છે તેમાં સરકાર આપણા પક્ષની બને તો બે નંબરી બધા જ ધંધા આપણા હસ્તગત ફૂલેફાલે જે માટે અબજો રૂપિયા રોકાણની જરૂર છે. જે ડીલ ફાઈનલ થાય છે. 2000ની કરોડ નોટો ભરેલા ટ્રેલરોને શાહરુખ ખાનની ગેંગ મોટર બાઇકના લાજવાબ સ્ટંટ કરી અગવા કરી લે છે. સાઉથની ફિલ્મો જોતા હોઈએ એવો સતત અહેસાસ જવાન જોતી વખતે થાય છે. બે હિરોઈનમાં એક નયનતારા પહેલી વખત હિન્દી ફિલ્મમાં જેનું નામ છે નર્મદા દેખાવડી, ચપળ, શેરની પોલીસ ઓફિસર તેની દીકરી સૂઝી શાહરુખ ખાનને ડેડી તરીકે સ્વીકારતા પહેલા સવાલ જવાબ કરે છે તે હૃદયસ્પર્શી છે. બીજી હિરોઈન દીપિકા પાદુકોણ એનું નામ ફિલ્મમાં એશ્વર્યા એને ફાંસીની સજા થાય છે, ફાંસીના માંચડે ચડતા પહેલા એને ચક્કર આવે છે એ પ્રેગનેટ છે એવું નિદાન થાય છે એને બાળક જન્મે તે પાંચ વર્ષનું થાય પછી જ તેને ફાંસીની સજા થાય,  બાળક જન્મે અને જેલમાં ઉત્સવ ઉજવાય. નર્મદાનો વિશ્વાસુ પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ગ્રોવર જે છેલ્લી ઘડીએ દગો આપે છે. માધવન નાયક સ્પેશિયલ ઓફિસરના રોલમાં સફેદ ઓપન શર્ટમાં અને લુંગીમાં નાયક નહીં,  ખલનાયક હું  મે ગીત સાથે રજૂ થાય સંજય દત્ત. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ યુગલ ગીત ગાય જેના બોલ છે હાર જાયેંગે…આ ગીતની ધ્યાન આકર્ષક વાત એ છે કે દીપિકા પાદુકોણ જેટલા બ્લાઉઝ પહેરે છે, તેમાં કાપડમાંથી શાહરૂખ ખાને સ્કાફ પહેરેલા છે. 

બે ગીતો જવાન ફિલ્મની જાન છે. 1. બે કરાર કરકે હમે યૂ ના જાઈએ, આપકો હમારી કસમ લોટ આઈએ હેમંત કુમારે ગાયેલું બિસ સાલ બાદ ફિલ્મનું ગીત અને 2. રમૈયા વસતાવૈયા રમૈયા વસતાવૈયા મેને દિલ તુજકો દિયા શ્રી 420 નું રાજકુમાર અને નરગીસ ઉપર ફિલ્માંવાયેલું. રમૈયા વસતાવૈયા એટલે ભગવાન જરૂર મદદ કરશે.

 જવાન ફિલ્મની સ્ટોરી સ્ક્રીન પ્લે અને દિગ્દર્શન અટલી એ કર્યું છે. વાર્તા લેખન રમનગીરી વસને અને સંગીત અનિરુદ્ધ રવિચંદ્રનું છે બેલમવાળા જેલમાં દર્શાવેલા દ્રશ્યો દાદ માંગી લે તેવા છે. બેકસુર મહિલાઓની જિંદગી બેહતર બનાવવા જવાન જિંદગીને હોડમાં લગાવે. જેમણે જવાન જોયું છે એ મત માગવા આવનારા ઉમેદવારને બે ધડક પૂછશે મેરે લિયે ક્યા કરોગે ? તુમ મેરે દેશ કો આગે બઢાને કે લિયે ક્યા કરોગે? એ જે જવાબ આપે એ સાંભળી વોટિંગ મશીનનું બટન તમારી આંગળીથી દબાવજો. જય હિન્દ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!