Published By : Parul Patel
માનવી વિચારશે અને કીબોર્ડ ચાલશે…
કેટલાક વર્ષો પહેલા રોબોકોપ ફિલ્મ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં બતાવેલ દ્રશ્યો હવે વાસ્તવિક થવા જઈ રહ્યા છે…
હાલમાં ઇલોન મસ્કનેં માનવીના મગજમાં ચીપ લગાવવા અંગે મંજૂરી મળી ગઈ છે. તેમના બ્રાઇન સ્ટાર્ટ અપે આ મંજૂરીને સમર્થન આપ્યું છે. સાથેજ કંપનીએ એવા વ્યક્તિની શોધ શરૂ કરી દીધી છે. જેના મગજમાં ચીપ લગાવી શકાય.
આ પ્રથમ વ્યક્તિને રીકરૂટમેન્ટ પ્રોસેસ દ્વારા ભરતી કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર પેરેલીસીસ દર્દી પર પણ ચીપ લગાવવામાં આવશે. પેરાલીસીસીસ ના એવા વ્યક્તિ કે જે સર્વાઇકલ સ્પાઇનલ કોર્ડના લીધે પેરાલીસીસનો ભોગ બન્યા છે. તેવી વ્યક્તિના મગજમાં ચીપ બેસાડવામાં આવશે. જોકે આ ટ્રાયલ કેટલા દર્દીઓ પર કરવામાં આવશે તે જણાવાયું નથી. આ સ્ટડી પુરો કરવા આશરે છ વર્ષનો સમય લાગશે.
આ સ્ટડી અંગે વિગત જોતા માનવીના મગજમાં એક રોબોટ સર્જરી કરીને માનવીના મગજમાં એક બ્રેન કમ્પ્યુટર ઇન્ટર ફેસ ઇમપ્લાન્ટ કરશે તેની મદદથી ચીપ ફરશે અને ઇન્ટેનશનો રિસીવ કરશે. અને આગળની કાર્યવાહી કરશે. ન્યુરાલિનકે એમ પણ જણાવ્યું કે પ્રાથમિક તબક્કામાં ધ્યેય કમ્પ્યુટર કર્સર અને કીબોર્ડનેં કન્ટ્રોલ કરવાનું છે. આ કન્ટ્રોલ કમાન્ડ સીધો માનવીના મગજમાં ફિટ કરવામાં આવેલી ચિપસેટ મળશે તેના કર્સર કરવાનું શરૂ થશે અને કીબોર્ડ ટાઈપિંગ કરશે. આમ એક અભૂતપૂર્વ શોધ થવા જઈ રહી છે.