Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBlogमें देश का पहेला विज्युअली चेलेंज प्रेसिडेंट ऑफ़ इंडिया बनेगा : श्रीकांत

में देश का पहेला विज्युअली चेलेंज प्रेसिडेंट ऑफ़ इंडिया बनेगा : श्रीकांत

બીજી મા સિનેમા : ઋષિ દવે

Published By : Aarti Machhi

સત્ય ઘટનાને રૂપેરી પડદે કંડારવામાં દિર્ગદર્શક તુષાર હીરાનંદાનીએ જબરજસ્ત મહેનત કરી છે. એક ધરતીપુત્ર કે જેને ખેતરમાં કામ કરતી વખતે બૂમ પાડીને એના ગામનો મિત્ર કહે, ‘તુમ બાપ બન ગયે!’ આ સાંભળી બાપ બનવાના આનંદને દેશીઠરાની બોટલ ખરીદી વ્યક્ત કરે, ચિક્કાર પીને ઘરે આવે, પત્નીની કુખમાં સૂતેલા નવજાત શિશુને ઊંચકે, ચૂમે, ગાંડોઘેલો બને પણ એના ઘરમાં રહેલા સ્વજનો ચૂપચાપ એને જોયા કરે ત્યારે એ પૂછે, ‘આપ બધા કેમ શાંત છો?’ આપને પુત્રજન્મની ખુશી થતી નથી? એકપછી એક ઘરમાં બેઠેલા સ્ત્રી પુરુષને એને કહે તું જેના જન્મથી આટલો ખુશ છે એતો દ્રષ્ટિવિહિન છે.

આખરે બાપ, પરોઠના ખેતરમાં ખાડો ખોદી એના બે વેંત જેટલા માસુમ પુત્રને દાટી દેવા જાય ત્યાં જ એની પત્ની (અનુષા નાથુલા)ની બૂમ સંભળાય. એ કરગરીને આવું પાપ કરતા પતિને વિનવે, બીજો છોકરો આપશે એવી ધરપત આપે અને દ્રશ્ય બદલાય. અંધ છોકરો અને તેનો નાનો ભાઈ ક્રિકેટ રમવા ગામના છોકરાઓ સાથે દ્રશ્યમાન. અંધ છોકરાને હાથે કરીને બોલીંગ કરતો છોકરો એટલા જોરથી એના ગાલ ઉપર છુટ્ટો બોલ નાંખે, એ ચટ્ટોપાટ પડી જાય. એનો ભાઈ દોડી આવી એને કહે चल भाग चले. બોલર કહે એને રમવું છે, તું શું કામ એને ભગાડી જાય છે ત્યારે અંધછોકરો કહે, में अंधा हु, भाग नहीं शकता, सिर्फ लड़ शकता हु|

અંધ છોકરો જેનું નામ શ્રીકાંત. હૈદરાબાદની આશા સ્કૂલ ફોર બ્લાઇન્ડમાં એને મૂકે જ્યાં એના જેવા વિદ્યાર્થીઓ રહીને ભણે છે. સ્કૂલના ટીચર દેવીકા(જયોતિકા) શ્રીકાંતની પૂરેપૂરી કાળજી રાખી તેને ભણવામાં સઘળી સગવડ પૂરી પાડે છે. શ્રીકાંત 94% માર્કસ સાથે પાસ થાય. શાળાના ફંકશનમાં ઉપસ્થિત મુખ્ય દાંતાની ઉપસ્થિતિમાં શ્રીકાંતને આભાર વિધિ કરવાનું કહેવામાં આવે છે. શ્રીકાંત એટલી સહજતાથી ડોનરનો આભાર માનતા કહે છે આપે આપેલી દાનની રકમમાંથી 50% રકમ અમારા માટે વપરાય છે, 50% રકમમાંથી પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ જાફત ઉઠાવે છે અમને જમવામાં દાળભાત આપવામાં આવે છે. અમે ભોજનાલયમાં જમીયે ત્યારે ચિકનની સુગંધ આવે છે પણ અમને પીરસવામાં આવતી નથી. આમ પ્રિન્સિપાલની પોલ ખુલ્લી પડે છે. સ્કૂલમાંથી તે જ રાતે શ્રીકાંતને બહાર ધક્કો મારીને ફેંકી દેવામાં આવે. ભરચક ટ્રાફિક વચ્ચે શ્રીકાંત મહામુશીબતે એક પાળી પર બેસે છે, એની ટીચર એને શોધતી આવે છે, તેને ઘરે લઈ જાય છે.ટીચરના ઘરે રહીને તે ભણે છે. સ્કૂલમાં અંધ વિદ્યાર્થીને પ્રવેશ નથી મળતો. ટીચર એને વિજ્ઞાનના વિષયોની કેસેટ બનાવીને આપે છે જેને શ્રીકાંત સાંભળી સાંભળીને ધોરણ 11ની તૈયારી કરે છે.

હૈદરાબાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ સામે કેસ ફાઇલ કરી શ્રીકાંત કોલેજમાં પ્રવેશ મેળવે છે કોર્ટના જજ (ભરત જાદવ) અને સરકારી વકીલ (રવિ સિંઘ)ને કન્વીન્સ કરવા, કોલેજના પ્રિન્સિપાલ માત્ર એક વિદ્યાર્થી માટે પ્રવેશ નિયમો કેવી રીતે ફેરવી શકાય એ સામે શ્રીકાંતની તર્કબદ્ધ દલીલો જોવાની દર્શકોને ખૂબ જ મજા પડે છે.

ફિલ્મમાં અનેક દ્રશ્યો દર્શકોને જકડી રાખે છે તેમાનું એક જે એ.પી.જે. કલામની Lead India Movement જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ પોતે શું બનવા માંગે છે એ વારાફરતી બોલે છે. શ્રીકાંતનો વારો આવે ત્યારે એ કહે છે : मैं देश का पहेला विज्युअली चेलेंज President Of India बनूंगा।

આ સાંભળી કલામ સાહેબ એની પીઠ થાબડે છે અને એને એક સૂત્ર આપે છે. Be Good, Do Good.

ભારતની એક પણ કોલેજ શ્રીકાંતને એન્જિનિયરીંગમાં પ્રવેશ આપતી નથી, દેવિકા ટીચર ઇન્ટરનેશનલ લેવલે યુનિવર્સિટીઓમાં શ્રીકાંતનો પોર્ટફોલિયો મોકલે છે, એને ચાર યુનિવર્સિટી પ્રવેશ માટે વેલકમ કરે છે. બોસ્ટન યુનિવર્સીટીમાં એ પ્રવેશ મેળવે છે, હલ્દીરામ એને સ્પોન્સરશીપ સ્વીકારે છે. શ્રીકાંતના મગજમાં એક જ ધૂન છે. મારા દેશમાં મારી કિંમત નથી અહીં મને કચરો, અંધ તરીકે કેંડલ બનાવતો, અથવા ટ્રેનમાં ભીખ માંગતો ગણવામાં આવે છે. વિદેશમાં મારી શક્તિઓની કદર થઈ, મને ડિગ્રી સાથે નોકરીની ઓફર થઈ. આ વખતે ઇન્ડિયાની સ્વાતિ (આલિયા એફ)ની સાથે તેનો ઓનલાઈન પરિચય થાય છે. એ અમેરિકા આવે છે. શ્રીકાંતને ઇન્ડિયા પરત આવી અહીં એવું કરી કર જેથી એના જેવા અંધજનોને કામ આપી શકે. એ રીસાયકલ પેપર બનાવવાનો પ્રોજેક્ટ પર કામ કરે છ. 8 કરોડ જેવી માતબર રકમ એને આપે છે. જેમાં APJ કલામ તરફથી 25 લાખનો ચેક હોય છે. જેનાથી એના પ્રોજેક્ટને બુસ્ટઅપ મળે છે.

રવિ (શરદ કેલકર) ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એનો પાર્ટનર બને. પ્રોજેક્ટ શરૂ થાય છે. એના પેપરને Bulk Order આપે છે. શ્રીકાંતનું એક સપનું છે Best Businessman of the Year Award જીતવાનું. એ એવોર્ડ મળે છે પણ એની Acceptance Speechમાં શ્રીકાંત જે કહે છે એ વિશે હું કંઈ જ નહીં કહું. શ્રીકાંત (રાજકુમાર રાવ) વર્ષ 2025માં એક કરતાં વધારે એવોર્ડ જીતે, ઓસ્કરમાં નોમિનેશન મેળવે એ જ શુભેચ્છા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!