શ્રી નરેશ ભાઈ,
સ્વર્ગસ્થ શિરીષભાઈ બંગાળી તથા યુવા નેતા પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રીની ગંભીર હત્યા બાબતે તમે મને કેટલાક પ્રશ્નો કર્યા છે. તે એક કાનૂની મુદ્દો છે જેનો કાયદાકીય રીતે અભ્યાસ કરીને તેનો પણ યોગ્ય સમયે જવાબ આપીશ. (અમે પણ, કાનૂની સલાહ અને કાયદાકીય અભ્યાસ કરી ઘણાં મુદ્દાઓ પર વખતોવખત જવાબો આપીએ છીએ અને આપતાં જ રહીશું… આપણા ચર્ચા, વાદ-વિવાદની એક ફાઈલ અને ત્રણ વકીલોની પેનલની પણ અમે મદદ લઈજ રહ્યા છે…વર્ષો જુના વિઝ્યુઅલ્સ અને પિક્સ એકત્ર કરી રહ્યા છે..કારણકે આપ પુનઃ સાંસદ બન્યા પછી પણ આવું બધું તો ચાલશે જ… સત્ય અસત્ય અને ઘણું બધું ..) પરંતુ તમે આજે જે પોસ્ટ મૂકી છે કે ઉમ્મલા તથા દુ. વાઘપરામાં પીવાના પાણીની કેટલીક પાઇપ લાઈનો, રેતીની ભરેલી ઓવેરલોડ ડમ્પર થકી તૂટી ગયેલ જેના કારણે આ બંને ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થયો છે તો ઉમલ્લા આ વિસ્તારની મીની બજાર છે. વેપારી વર્ગ તથા આમ પ્રજા બજાર માંથી પસાર થતી રેતી ની ઓવરલોડ ગાડીઓ ના કારણે બહુ હેરાન થવું પડે છે જેને લઇને ગામ લોકોએ આ રેતીના વ્યવસાય સાથે તેમજ વહીવટી તંત્ર (સાંસદ શ્રી, આ વહીવટી તંત્ર કયા પક્ષનું છે?? કઈ સરકારનું છે?? આપ ક્યા પક્ષ, સરકારના સાંસદ છો??આપને કેમ નથી ગાંઠતું? કરો ફરિયાદ દિલ્હી દરબારમા.મોદી સાહેબ આપણા સહુના છે) સામે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી અને આ ગાડીઓ બંધ પણ કરાવી છે. (તો એની મેં કે કોઈ બીજા મીડિયાએ કોઈ ટીકા કરી છે ખરી??અમે પણ આવી રજૂઆતોથી ખુશ જ છીએ, માત્ર સરકારને દોષ મળે, એ પક્ષને નુકસાન કારક બને છે.) જેના કારણે હું તથા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ સ્થળ મુલાકાત માટે ગયા ત્યારે બન્ને ગામના ખૂબ લોકો ભેગા થયા હતા. ઉપસ્થિત પ્રજાજનોમાંથી એવી રજૂઆતો કરાઇ કે “પ્રશ્નોના નિરાકરણ માટે ઘણા સમયથી આ વિસ્તારના અધિકારીઓને વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ બધાનું એક બીજા સાથે સેટિંગ (આ ‘સેટિંગ’ એટલે ભ્રસ્ટાચાર જ ને?આપણે સહુએ શરમાવા જેવું નથી આ સત્યથી, શબ્દથી ?) હોવાનાં કારણે કોઈ કાર્યવાહી થતી નથી” તે સમયે સ્થાનિક મીડિયાપણ આ સ્થળે ઉપસ્થિત હતું. આ મીડિયાના મિત્રોએ મને જ્યારે પૂછ્યું તો મેં પણ એ જ જવાબ આપ્યો કે આ ગામ અને વિસ્તારના લોકોની રજૂઆતો સાચી છે. આ સાથે જોડાયેલ જિલ્લા તથા તાલુકા વહીવટી તંત્રને અમે વારંવાર ધ્યાન દોર્યું છે છતાં કોઈ નક્કર પગલાં લેવાતાં નથી જે સ્વાભાવિક (આ વાત સ્વભાવિક કહેવાય?) વાત છે અને આ લોકો હવે કંટાળ્યા છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે જન આંદોલન કરવાનો લોકો એ નિર્ણય કર્યો છે. જિલ્લા વહીવટી તંત્ર સમયસર આ પ્રશ્નોનો ઉકેલ કરવો જોઇએ નહિતર લોકો જનઆંદોલન કરશે અને મારે પણ તેમાં જોડાવું પડશે. આ બાબત ની મેં ઉપસ્થિત મીડિયાને માહિતી આપી.
(તો માં.સાંસદશ્રી આમાં ખોટું શું હતું?? આપ જનપ્રતિનિધિ છો, તે પણ શસકત 25 વર્ષના સાંસદ.. માજી કેન્દ્રીય મંત્રી..અમને પણ દર્દ થાય છે જ જયારે અધિકારીઓ તમારું માનતા નથી ત્યારે..આપ પ્રજાની ઘણી બધી સમશ્યાઓ નીપટાવવા સક્ષમ છો..આ વાતનો મેં કે કોઈએ ક્યાં, કયો વિરોધ જ કર્યો છે? ચેનલ નર્મદાએ પણ આ સમાચાર નથી બતાવ્યા?? તમે નથી જોયાં કે શું??)
👉 સાંસદશ્રી, રહી વાત જનઆંદોલનની, તો તમારાં આપણા પક્ષના જનહિતના, જનકલ્યાણના તમામ આંદોલનો, રજૂઆતો ને ચેનલ નર્મદાએ હંમેશા પ્રજા સમક્ષ પ્રસ્તુત કર્યા જ છે, અને હજુ કરશું.. બસ કેહતા રેહજો, બધી રીતે અમારો ટેકો રહેશે જ.. પણ ચરણ ચાટુકારોથી જરા સાવધાન રેહજો, અમે નહિ, સાચા શત્રુઓ આપની આસપાસ છુપા વેસે વશે છે, બાકી બધું આપની ઈચ્છા, કૃપા પર છે.
માં.સાંસદશ્રીએ કે એમના વતી જે પણ કોઈ જો FB વાપરતું હોય તો એમણે સહેતુપૂર્વક, આજ્ઞાનતામાં આ બીજો પેરો બનાવી FB પર લખ્યું છે, તેનો પણ હું જવાબ આપું છુ.
મેં આવેદન પત્ર ની વાત કરી જ નથી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર નિષ્ફળ થઈ છે તેવી પણ મેં વાત કરી નથી આ બધી નરેશ ભાઈ દ્વારા ઉપજાવી કાઢેલી વાતો છે અને મને અને સરકારને બદનામ કરવા લખાઈ રહ્યું છે.
(મનસુખલાલજી, આપને કોઈ પ્રશ્ન પૂછવો એ ગુન્હો છે?? મેં પૂછ્યું છે કે હવે આ મુદ્દા પર મનુસુખલાલ આવેદન પત્ર કોને આપશે? મુખ્યમંત્રીશ્રી ને??સરકાર તો તમારી જ છે, ભાજપની, વહીવટીતંત્ર પણ તમારું.. કોઈ સાંભળતું કેમ નથી?? અધિકારીઓ તમને કેમ ગાંઠતા નથી?? શું તમે અજાણ છો, આ મહાકાય ઓવરલોડેડ ડમ્પરિયા કોની માલિકી નાં છે એનાથી?? ભાજપના નેતાઓ તો એમાં નથી ને?? પૂછોને જરા RTO માં?? કે અમે આ યાદી શોધીને આપીએ?? પછી મૌન તો નહિ થઈ જાઓ ને??આ પ્રશ્નાર્થ છે.. એ આપને કોણ અને કેવી રીતે સમજાવે?)
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રેત માફિયા કે ભુ માફિયા બધા જ લોકોની સામે સરકારે કાયદેસરની કાર્યવાહી કરી છે અને આખા ગુજરાતનો રેકોર્ડ છે સરકાર ની સક્રિયતાના કારણે રેતી રોયલ્ટીની આવકમાં વધારો થયો છે. (આ બધું ત્યારે તો નહતા બોલ્યા??)
નરેશ ભાઈ તમારી ભૂતકાળ ની કોંગ્રેસની સરકાર અને તમારા માનીતા નેતાઓ
(મનસુખલાલ મારી ભૂતકાળની કોંગ્રેસની સરકાર? એક તો ઉદાહરણ આપો કે હું ક્યારે કોંગ્રેસમાં હતો? હા તમારી સાથેનાં અત્યારે જે ભાજપમાં ઘુસ્યા છે, એમાં અનેક કોંગ્રેસીઓ અને ઉછીના નેતાઓ, આવન જાવન કરેલા બીજી પાર્ટીના નેતાઓ છે, જેની વિરુદ્ધ નુ તમારાં આક્રોશનું એક પેપર કટિંગ પડ્યું છે મારી પાસે… અને કયો અમારો બીજો નેતા?? ભાજપીઓ સાથે નાં સંપર્ક, સહયોગ, અને કાર્યક્રમોના 100 શૂટિંગ, ફોટા આપું?? તમારી સાથે નાં, સન્માનનાં, ભાજપના પણ એક પછી એક શૂટ, ફોટા આપના – મારાં FB પર મુકતોજ રહીશ..તમારીપાસે મારાં માનીતા બીજા નેતાઓના શૂટિંગ, ફોટા હોય તો મુકતા રેહજો…લોકોને જ જજ કરવા દો કે કોણ ખોટું? જૂઠું??નરેશ ઠક્કર કે મનસુખભાઇ વસાવા??)
કરતા અમે પ્રજા માટે ખૂબ સારું કામ કરીએ છીએ અને લોકોને તે કામ દેખાય છે એટલે એમને ૬ ટર્મ થી લોકસભામાં ચૂંટીને મોકલે છે (અને છતાં તમારી એક જ ફરિયાદ રહે છે, અધિકારીઓ તમારું માનતા નથી.. રાઈટ?) અને એટલે જ રાજ્ય અને કેન્દ્રમાં પારદર્શક વહીવટ વાળી ભાજપ સરકાર છે. (આજ ભાજપ સરકાર સામેના તમારાં જાહેર કે અંગત વિધાનો અમને નહિ, ખુદ સરકારશ્રી ને જ પૂછી લેજો.. બધો રેકોર્ડ પ્રજાની મેમોરી અને, સરકારના, સંગઠનના ચોપડે સ્વયં બોલે છે, નાં આ મારો નાં કોઈ આપ પર આક્ષેપ છે, નાં બદનામી, આ તો તમારી સત્ય માટેની લઢાઈ નાં વખાણ માત્ર છે સાંસદ શ્રી.) આવા ક્યાંક સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વો હોય તેમને ખુલ્લા પાડવાની અમારી ફરજ છે. (એક પેપર કટિંગ મૂકુંછું.. આપના જ વર્તન, વ્યવહારનું, જો ખોટું હોય તો એ પેપર ને અદાલતમાં લઈ જજો.. એમાં તમે કરેલા આક્ષેપો પછી આ ચૂંટણીમાં કોણે શું કર્યું તમારી ફેવર કે વિરોધમાં એ પણ મીડિયા ને જો તમારી ઈચ્છા કે સત્ય હોય તો અને તો જ કેહજો)
આ હમણાં નહિ હું વર્ષોથી આ રેત માફિયા અને ભૂ માફીયાઓની સામે સ્વર્ગસ્થ શિરીષભાઈ બંગાળી તથા યુવા નેતા પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રી ની જેમ હું લડું છું.
“તમારી પાસે આવા ડમ્પર અને ટ્રકોના માલિકોની યાદી તમારી પાસે ના હોય તો હું તમને આપુ” એમ તમે લખો છો તો તમને નરેશ ભાઈ મારે પૂછવું છે કે તમારી પાસે આવા લોકોની યાદી છે તો મીડિયા સામે આવી લોકોને ખુલ્લા પાડવા જોઈએ. (સાહેબ જેમને ખુલ્લા પડી જવાની બીક છે, જેમના કાળા કર્તુતોની ફાઈલો બની છે એજ લોકો ક્યાંક આપનો પાછળથી ખભો તો પછી નહિ વાપરે ને? આવું બહુ બનતું હોય છે રાજકારણમાં તો સામાન્ય ઘટના હોય છે…. યાદ છે, બે જણા માટે આપે કરેલી ભલામણ?? મહિલા નગર પાલિકાના પ્રમુખના એક મુદ્દે..??કદાચ આપ ભૂલી પણ ગયા હશો, ક્યાં હવે મને ખોટો ચિતરશો,પુરાવા માંગશો…રૂબરૂ મળશો 3-4 સારા સજ્જન નોન પોલિટિકલ માણસો સાથે તો અને ત્યારે ઘણું બધું યાદ કરાવીશ.. પછી દાદાની ઈચ્છા અને શક્તિ..આ આપની પર મારાં કોઈ જ વ્યક્તિગત આક્ષેપ નથી જ નથી ,આપ તો અણીશુંદ્ધ છો જ.. આ તો મારી એક આશન્કા છે,જે સાચી નાં પણ હોય, ક્ષમા કરજો જો સાચું નાં હોય તો.,)
(સાહેબ આપ ઇષ્ટદેવ- દેવીના સોગંદ ખાઈને કહો કે તમારી પાસે કોઈજ માહિતી 25 વર્ષના સાશન પછી પણ નથી, તો હું RTI કરીને, જો મળી તો આપના FB પર જ ચોક્કસ જાહેર કરીશ, આપ તો સાંસદ છો, માજી કેન્દ્રીય મંત્રી પણ.. હું તો એક પત્રકાર.. RTI જ મારું હથિયાર.. પણ હું તો ડરતો નથી, અને આપે પણ ડરવું નાં જ જોઈએ ને??સાચા ને વળી ડર કેવો)
મને જ્યારે લોકો તરફથી પ્રશ્નો મળે છે ત્યારે હું લોકો સુધી પહોંચી તેમના પ્રશ્નો ને વાચા આપું છું.
(બહુજ ઉત્તમ સેવા છે, આપની… પણ આ ભરૂચ શહેર,નગરપાલિકા, જિલ્લો.. જિલ્લા પંચાયત અને બધા જ વિસ્તાર માટે એક સરખા ન્યાયિક રીતે કરો તો પૂજનીય બની રેહશો.. આપ તો 2-3 લાખ મતે જીતવાના જ છો… અને હું હવે પત્રકારત્વ માં… તો ન્યાય, સત્ય, વિકાસ અને નીતિ નિયમો માટે સતત ક્યાં તો સાથે, અથવા સામ સામે.. જેવી સ્થિતિ, સમય, પ્રસંગ અને જરૂરિયાત.. એમ ચાલતા રહીશું, લઢતા રહીશું..)