- યુવતીને મુસાફરોએ ૧૦૮ સેવાની મદદ વડે હોસ્પિટલ ખસેડાઈ
અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી ડેપો બસની રાહ જોઇને બેઠેલ યુવતીના માથા ઉપર સ્લેબનો કાટમાળ તૂટીને પડતા તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
અંકલેશ્વર શહેરમાં એસટી ડેપો આવેલ છે જે ડેપોમાં હાંસોટ,વાલિયા અને દેડિયાપાડા,સુરત,મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં જતા મુસાફરોની અવર જવર રોજેરોજ જોવા મળે છે ડેપોમાં વિદ્યાર્થીઓ પણ બસની રાહ જોઇને બેસતા હોય છે ત્યારે આજરોજ એસટી ડેપો બસનો કેટલીક સ્લેબ ધડાકાભેર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી.
કાટમાળ તૂટીને ત્યાં બેઠેલ યુવતીના માથા ઉપર પડતા તેને બુમરાણ મચાવી હતી ત્યાં બેઠેલ અન્ય મુસાફરો અને એસટી ડેપોના અધિકારી દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવતીને ૧૦૮ સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડેપો ખાતે બસની રાહ જોઇને બેસતા મુસાફરોએ પહેલા ઉપર સ્લેબ બરાબર છે કે કેમ તે જોઇને જ બેસવું જોઈએ.