Published By : Aarti Machhi

મેષ રાશિફળ
આજે બેન્ક પાસેથી ઋણ લેવામાં સફળતા મળશે. નોકરીયત વર્ગને અધિકારીઓ તરફથી સન્માન મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાતથી પ્રસન્નતા રહેશે. સાંજના સમયે કોઇ તીર્થ યાત્રા પર જઇ શકો છો. આજે ભાગ્ય 78 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન વિષ્ણુની આરાધના કરો.

વૃષભ રાશિફળ
આજે દિવસ દરમિયાન વ્યસ્તતા રહેશે, શારિરીક અને માનસિક પરિશ્રમથી થાકનો અનુભવ થઇ શકે છે. તમારી નિર્ણય શક્તિનો લાભ મેળશો. અટકેલાં કાર્યો પૂરાં થશે. રોકાણથી ભવિષ્યમાં લાભ મળશે. આજે ભાગ્ય 92 ટકા તમારાં પક્ષમાં રહેશે, પીપળના વૃક્ષના નીચે દીપ પ્રગટાવો.

મિથુન રાશિફળ
આજે નોકરીમાં શત્રુઓથી સાવધાન રહો, જો કે તમારી બુદ્ધિ ચાતુર્યથી તેઓને મ્હાત આપવામાં સફળ રહેશો. કોઇ જૂની બીમારીના કારણે શારિરીક કષ્ટ રહી શકે છે. સાસરી પક્ષ તરફથી ધન લાભના યોગ બની રહ્યા છે. આજે ભાગ્ય 60 ટકા તમારાં પક્ષમાં રહેશે, માતા સરસ્વતીની પૂજા કરો

કર્ક રાશિફળ
લાંબા સમયથી વ્યવસાયમાં જે મહેતન કરી છે, તેનો લાભ મેળવવાનો અવસર છે. સંતાન પક્ષ પર આજે વિશ્વાસ ઓર મજબૂત બનશે. માતૃ પક્ષ તરફથી સ્નેહ પ્રાપ્ત થશે. માન સન્માન પર ધન ખર્ચ કરશો. આજે ભાગ્ય 95 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો.

સિંહ રાશિફળ
આજે સાસરી પક્ષ તરફથી નારાજગીના સંકેત મળી રહ્યા છે. ક્રોધ પર નિયંત્રણ રાખો અને મધુર વાણીનો પ્રયોગ કરો. આંખ સંબંધિત સમસ્યામાં સુધાર જોવા મળશે. વેપારમાં ગતિ માટે નવી રણનીતિ અપનાવો. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે, માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો.


તુલા રાશિફળ
આજે અધિકાર અને સંપત્તિમાં વૃદ્ધિ થશે, કોઇ મિત્રની મદદ પણ મળી શકે છો. કોઇ નવા કાર્યમાં રોકાણ માટે સમય શુભ છે. દામ્પત્ય જીવન સુખમય રહેશે. નોકરીયાત વર્ગને રોજગારના નવા અવસર પ્રાપ્ત થશે. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે, શિવ ચાલીસાનો પાઠ કરો.

વૃશ્વિક રાશિફળ
આજે કોઇ કારણવશ પરેશાન રહેશો, તેમ છતાં વેપાર વૃદ્ધિ માટે કરેલા પ્રયાસ સફળ રહેશો, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જીવનસાથીના સ્વાસ્થ્યના કારણે પરેશાની અને ભાગદોડ રહી શકે છે. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે, સફેદ વસ્તુનું દાન કરો

ધન રાશિફળ
આજે સ્વાસ્થ્યને લગતી પરેશાની રહી શકે છે, પેટ દર્દ, ગેસનની બીમારી થઇ શકે છે તેથી સાવધાન રહો અને ખાન પાન પર નિયંત્રણ રાખો. ધાર્મિક કાર્યક્રમોમાં રૂચિને લઇ પરિવારનો સહયોગ મળશે. આજે ભાગ્ય 64 ટકા તમારાં પક્ષમાં રહેશે, શિવલિંગ પર દૂધ ચઢાવો.

મકર રાશિફળ
આજે કેટલાંક અનાવશ્યક ખર્ચ સામે આવી શકે છે. મોસાળ પક્ષ તરફથી સન્માન પ્રાપ્ત થશે, જીવનસાથીનો સહયોગ મળશે. અટકેલાં કાર્યોને પૂરાં કરવા માટે સમય મળશે. નવા વ્યવસાયમાં રોકાણથી લાભ મળશે, આજે ભાગ્ય 71 ટકા તમારાં પક્ષમાં રહેશે, ગાય માતાને લીલુ ઘાસ ખવરાવો.

કુંભ રાશિફળ
આજે કાર્યોમાં સફળતા મળશે, આવક સીમિત રહેવાથી આવશ્યકતા અનુસાર ખર્ચ કરો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત થશે. વેપાર અર્થે યાત્રાના યોગ બની રહ્યા છે. દામ્પત્ય જીવન સુખમય રહેશે. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે, પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો.

મીન રાશિફળ
આજે જૂના વિવાદનો ઉકેલ મળશે, સાંજના સમયે મિત્રો સાથે સમય પસાર કરશો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને મનોબળ ઓર મજબૂત બનશે. વેપારમાં ઉતાર ચઢાવ છતાં આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આજે ભાગ્ય 82 ટકા તમારાં પક્ષમાં રહેશે, ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.