- ત્રિ-દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં 515 ખેલાડીઓ ભાગ લેશે
Published By : Aarti Machhi
ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા પાંચમી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
જી.એન.એફ.સી,ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસીસીએશન અને ભરુચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે બીજી વાર ભરુચની જી.એન.એફ.સી.ટાઉનશિપ સ્થિત સ્પોર્ટ્સ એંડ રીક્રિએશન કલબ ખાતે આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી પાંચમી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં વિવિધ જિલ્લાના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવતા 515 એન્ટ્રી આવી છે જે તમામ ખેલાડીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. ત્રિ-દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં 500 કરતાં વધુ ખેલાડીઓ ભાગ લેશે. પાંચમી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ પી.જી.દવે,ઉપ પ્રમુખ પરાગ અમરતીયા,મનીષ શ્રોફ અને સેકેટરી બીરેન શાહ તેમજ આમંત્રિતો અને રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
