- અંબાજીમાં 5 કરોડથી વધુ પ્રસાદ સહિતની આવક…
માં અંબાના ધામ એવા અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન થયો હતો. મેળાના અંતિમ દિવસે ખુબ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ઉમટી પડયા હતા. મળતી માહિતી મુજબ અંબાજીમાં 5 કરોડથી વધૂ પ્રસાદ સહિતની આવક થઈ હતી. જયારે 5500 સંઘોએ ધ્વજારોહણ કર્યુ હતુ. હવે ફૂડ ગ્રેઈન પેકિંગમાં રૂ 25માં મોહનથાળનો પ્રસાદની શરૂઆત કરવામાં આવી છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/1568515638055.jpg)
6 દિવસોમાં 24.35 લાખ કરતાં વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. કોરોના મહામારી હળવી થયા બાદ તેમજ કોરોના નિયંત્રણો હળવા થયા બાદ હવે વિવિઘ ધાર્મિક કાર્યક્રમો ખુબ ઉત્સાહ પૂર્વક યોજાઇ રહયા છે અને તેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યાં છે.