Published By : Aarti Machhi
રાજ્યમાં હાલ ભૂતિયા શિક્ષકોની ચર્ચાએ વેગ પકડ્યું છે તેમજ ડમી શિક્ષકોની ફરિયાદો ઉભી થઇ છે. ત્યારે શિક્ષણ વિભાગે હાલ કાર્યવાહી હાથ ધરી છે. અને તમામ શાળાઓના ડીઈઓ-ડીપીઓને આદેશ આપ્યો છે. લાંબી લીવ પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો શિક્ષણ વિભાગે મંગાવી છે. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી અનુસાર, રાજ્યના અલગ અલગ 17 જિલ્લાના કુલ 63 શિક્ષકો લાંબી રજા પર છે. જે પૈકી 31 શિક્ષકો રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજર છે. તો 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાની માહિતી ધ્યાને આવી છે.