Published By : Aarti Machhi
આજરોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના કેટલાક મંદિરોમાં પણ ભગવાનને તિરંગા કલરના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ભરૂચ ખાતે મેઘરાજાને પણ આજે તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા જેના દર્શનનો લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને સાથે સાથે દેશની સ્વતંત્રતાની પણ ઉજવણી કરી હતી.આ જ રીતે ભરૂચના દત્ત મંદિર ખાતે પણ દત્ત ભગવાનને તિરંગા રંગના વાઘા પહેરાવવામાં આવ્યા હતા.લોકોએ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી અને સાથે સાથે દેશની સ્વતંત્રતાની પણ ઉજવણી કરી હતી.