Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchBlog:-  નરેશ ઠક્કર, ભરૂચ...✍️ વરસાદી મહાપ્રકોપ એ કોઈ વ્યક્તિ કે સરકાર, કે...

Blog:-  નરેશ ઠક્કર, ભરૂચ…✍️ વરસાદી મહાપ્રકોપ એ કોઈ વ્યક્તિ કે સરકાર, કે પક્ષ આધારિત નથી હોતો : પણ રસ્તાઓ અને નગરનિયોજન તો સરકાર આધારિત જ હોય છે…

Published By : Parul Patel

  • ✍️ વરસાદી મહાપ્રકોપ એ કોઈ વ્યક્તિ કે સરકાર, કે પક્ષ આધારિત નથી હોતો : પણ રસ્તાઓ અને નગરનિયોજન તો સરકાર આધારિત જ હોય છે.
  • ✍️ ગુજરાતને પિંખનારા જળ પ્રકોપે માત્ર વડોદરા કે ગુજરાતના બે ચાર જિલ્લાને જ નહિ, ભારતીય જનતા પાર્ટીને પણ ‘ધોઈ’ નાખી છે..
  • ✍️ વડોદરાની વર્તમાન હાલતે ભરૂચને 17 સપ્ટેમ્બર, 2023ની ભરૂચ જિલ્લાની દુર્દશા યાદ કરાવી દીધી : બેઉમાં સમયતા એકજ સામ્યતા : બેઉ સવિશેષ માનવસર્જિત..??!!

પ્રાકૃતિક આપદાઓ પાછળ કોઈ એકાદ બે વ્યક્તિઓ કે કોઈ સરકારો ખાસ કરીને જવાબદાર હોતી નથી.. પણ માનવીય અને સરકારી ખોટી નીતિઓ, ગેરવહીવટ પરોક્ષ રીતે જવાબદાર હોય જ છે, પછી એ ભારત હોય કે વિશ્વ…ક્લાઇમેટ ચેન્જ હોય કે વાવાઝોડા, વંટોળ, ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કે પછી ઢળી પડતા પહાડો-લેન્ડ સ્લાઈડીંગ…

આ વર્ષે વરસાદ માત્ર ગુજરાતમાં જ નહિ પણ ઘણાં ઠેકાણે આક્ર્મક બનીને વર્ષો… ગુજરાતને તો ઘમરોળી નાખ્યું…કહો પિંખી નાખ્યું.. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ સહિત અનેક જિલ્લાઓ રેલ ગ્રસ્ત બન્યા..કચ્છ હોય કે જામનગર, જૂનાગઢ…અમદાવાદ હોય કે વડોદરા..સુરત કે નવસારી.. દ. ગુજરાતને પહેલાં રાઉન્ડમાં જ વરસાદે ઢીબી લીધું હતું…આખુ ગુજરાત હચમચી જાય એવો વરસાદ ભારે વિનાશ વેરી ગયો…પ્રજા માનસ પર ગેહરી નકારાત્મક અસરો છોડી ગયો…

ખાસ કરીને ભરૂચ આ વખતે વરસાદના ભારે ત્રાસથી બચ્યું, હા રસ્તાઓ બુરી રીતે ખતમ થયાં અને એના અહેવાલોએ રાજ્યભરમાં ખડભળાટ ફેલાવ્યો, વાહન વ્યવહારને પણ નુકસાન કર્યું…વહીવટી અણ આવડત ખુલ્લી પડી…પણ 17  સપ્ટેમ્બર 2023 ની વહીવટી અણ આવડત અને વ્હાલા બનવાની લ્હાયમાં જે વિનાશક સ્થિતિ, આર્થિક નુકસાન ભરૂચ – અંકલેશ્વર એ જોઈ, ભોગવી એની કડવી યાદો આ વખતે વડોદરા – અમદાવાદે ભરૂચને અપાવી દીધી…હા, ભરૂચનો મેળો પણ લગભગ સતત વરસાદી માહોલમાં ધોવાયો, પણ રાજકોટના પણ પ્રસિદ્ધ મેળાની તો હાલત જ કપરી કરી નાખી…

ભરચના બે ડાબા જમણાં હાથ એટલે વડોદરા અને સુરત…આ વર્ષે વડોદરાની હાલતે સયાજી નગરીની ઈજ્જત ના લિરે લીરા ઉડાવી દીધા…ભરૂચથી સીફટિંગ થઈ વડોદરા જનારાઓ પણ ભડકી જાય એવા જલ પ્રલયમાં સંસ્કારી અને સયાજીરાવ નિર્મિત શ્રેષ્ઠ નગર આયોજન વાળી બહુજન પ્રિય વડોદરું પાણીમાં ખેદાન મેદાન થયું…વિકાસની ગતિ (કે અધોગતિ?) માં પાગલ થયેલા અને અનિયત્રિત પણે, આડેધડ ભ્રસ્ટાચારના ભરોસે વિકસેલા વડોદરાએ કદાચ સહુથી મોટું નુકસાન જો કોઈને પહોચાડ્યું હોય તો પેટભરી ભરીને જે કમળને પ્રજાએ મત આપ્યા, એજ પાર્ટી ને, એજ પ્રજાએ, પેટ ભરી ભરીને કલ્પી, સાંભળી ના શકાય એટલા ભાંડ્યા.. ભલ ભલા નેતાઓને અપમાનિત કરી ભગાડ્યા, એ જોઈને ગયા વર્ષની ભરૂચ રેલ વખતની અંકલેશ્વર- ભરૂચની પ્રજાની હાલત, સ્થિતિ યાદ આવી ગઈ…હા, અપરીપકવ નેતાગીરીએ કરેલા તમાશા પણ લોકોએ યુટ્યુબ મીડિયા, લોકલ ચેનલો અને રાષ્ટ્રીય ચેનલો પર જોયાં… પ્રજાએ જે પાવર, નફરતની અભિવ્યક્તિ રાજકારણીઓ સામે બતાવી એ જોઈ ભલભલા ફફડી ગયા છે…ગુજરાતના વિકાસની પોલ આખા દેશમાં વરસાદે ખોલી પણ બદનામી તો સરકાર અને એના અણઘડ વહીવટ કર્તાઓની ભારે કિરકીરી થઈ છે…

આખા દેશના મીડિયામાં ગુજરાતના રસ્તાઓ અને સરકારી વહીવટ એટલો બધો બદનામ થયો કે ઘણાં ભરૂચી નેતાઓ સંતાઈને શ્વાસ લેતાં થયાં કે ચાલો આપણે એકલા બદનામ નથી થયાં…આ તો ગુજરાત વ્યાપી ભ્રસ્ટાચાર અને વહીવટી અણ આવડતમાં બધું દબાઈ જશે…એક શેખીખોર નાના રાજ નેતાએ કહ્યું, “સાહેબ પ્રજાની યાદદાસ્ત બહુ ટૂંકી છે, આવશે તો ભાજપ જ..” મન તો થયું કહેવાનું કે સમયની પ્રતીક્ષા કરો, અહંકાર કોઈને છોડતો નથી, અને દરેક નિષ્ફળતાની દરેકે એક ચોક્કસ કિંમત ચૂકવવાની હોય છે જ…કશું જ શાશ્વત હોતું નથી, ઇન્દિરા ગાંધી હોય કે અટલબિહારી બાજપાઈ હોય, હાર ભલભલાએ વેઠી છે, જોઈ છે…રૂપિયો હંમેશા બધું ખરીદી શકતો નથી…સમય પરિવર્તનશીલ હોય છે… વડોદરાની હાલત વર્ણવવા મારી પાસે શબ્દો ઓછા પડે એટલું વિનાશક, વિકૃત, દર્દભર્યું અને આઘાતજનક ચિત્ર મેં કલાકો સુધી નજરે જોયું છે, છાપાઓના  પાનાઓના   પાના ભરી લખાયું છે…અસંખ્ય ચેનલોએ એ હૃદયદ્રાવક દ્રશ્યો દર્શાવ્યા છે… નેતાઓ, વહીવટકર્તાઓની ધરાર નિષ્ફળતા, નફ્ફટાઇ કહો કે  લાગણીશૂન્યતા વચ્ચે પણ હૃદયને સુકુન એ મળ્યું કે હજુ આમ માનવીમાં માનવતા મરી નથી પરવારી…વડાદરાની સંસ્કૃતિ અકબંધ રહી ત્રણ ત્રણ દિવસ પાણી, સમયસર વીજળી, દૂધની સરકારી સહાય વિના પણ આસ પાસ પાડોશમાંથી લોકોએ પરસ્પર થાય એવી અને એટલી મદદ કરી…કેટલીક સામાજિક સંસ્થાઓ એ પણ ટાંચા સોર્સ વચ્ચે સેવાઓ બજાવી, હા હવે મદદની ધારાઓ સરકાર પણ છોડશે…હજુ માનવ મૃત્યુ કે પશુઓના મૃત્યુનો કોઈ ફાઇનલ આંકડો  ગુજરાત કે વડોદરા કક્ષાએ સત્તાવાર બહાર આવ્યો નથી…પણ ખુવારી અને નુકસાન બહુ મોટું છે.. ભાજપ માટે પણ સ્થિતિ સંભાળવી અઘરી છે, નુકસાન લાંબા ગાળાનું છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!