- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જીવન ઉપયોગી દવાઓની યાદી બહાર પાડી
- 384 દવાઓની રાષ્ટ્રીય યાદી મનસુખ માંડવીયાએ જાહેર કરી
- અમુક દવાઓ હટાવી અને અમુક દવા નવી એડ કરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સામાન્ય લોકોને વ્યાજબી અને સુગમ રીતે જરુરી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત ભાર આપવામા આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે હવે જરુરી દવાઓની નવી રાષ્ટ્રીય યાદી જાહેર કરી છે. જેમાં 384 મેડિસન સામેલ કરી છે. તેનાથી સંબંધિત લિસ્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા તરફથી જાહેર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા તરફથી જે 384 દવાઓની યાદી જાહેર કરી છે. તેમાં 34 નવી દવાઓની જરુરી દવાઓની યાદીમાં સામેલ કરી છે. તો વળી કેન્દ્ર સરકાર હાલના દવાઓની યાદીમાં 26 દવાઓને હટાવાનું કામ પણ કર્યું છે. મહત્વની બાબત એ છે કે, કેન્દ્ર સરકાર તરફથી તેમાં 2015માં જરુરી દવાઓની યાદી જાહેર કરી હતી.
આપને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સમય સમય પર જરુરી દવાઓની રાષ્ટ્રીય યાદીમાં સંશોધન અને ફેરફાર કરવાનું કામ કરતા રહે છે. હાલ દવાઓની યાદીમાંથી જૂની દવા હટાવીને નવી દવા સામેલ કરવામાં આવી છે.