Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchજંબુસરમાં જ્વલનશીલ પ્રદાર્થ છાંટી મહિલા સહિત 2 લોકોને સળગાવવાનો મામલો, કોર્ટે 21...

જંબુસરમાં જ્વલનશીલ પ્રદાર્થ છાંટી મહિલા સહિત 2 લોકોને સળગાવવાનો મામલો, કોર્ટે 21 આરોપીઓના જામીન બીજી વખત ફગાવ્યા

  • સિગારેટ ખરીદી બાઇક પર આવેલા 2 શખ્સો પાસે પૈસા માંગતા ટોળું લાવી આતંક મચાવ્યો હતો
  • પોલીસે 23 લોકો સામે હત્યાનો પ્રયાસ, અરાજકતા, રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કર્યો હતો

ભરૂચ જિલ્લામાં જંબુસર નગરમાં મારામારી કરી મહિલાને જીવતી સળગાવવાનાં પ્રયાસના મામલામાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 21 આરોપીઓના જમીન કોર્ટે નામંજૂર કર્યા છે.

સરકાર પક્ષ તરફે જીલ્લા સરકારી વકીલ પરેશ બી. પંડયાની દલીલો અને રજુઆતને ધ્યાનમાં લઈ ભરૂચ પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજએ તમામ 21 આરોપીઓની જામીન અરજી નામંજુર કરી હતી. ગત 30 જૂને પરચુરણ ચીજોની દુકાન ઉપર રાત્રીના સીગરેટના પૈસાની દુકાનદાર માગણી કરતાં કેટલાક લોકોએ તકરાર ઉભી કરેલી અને બીજા અન્ય 23 આરોપીઓ સાથે મળી દુકાનદાર તથા એક વૃધ્ધાને માર મારી પેટ્રોલ- ડીઝલ લઈને આવીને તેમને જીવતા સળગાવી દેવા સાથે દુકાનને આગે ચાપવાનો પ્રયત્ન કર્યો હતો.

જામીન મેળવવા આરોપીઓએ રજૂ કર્યા બોગસ સારવારના સર્ટિફિકેટ

આ ગુનાના 21 આરોપીઓની અગાઉ ધરપકડ થતા ચાર્જશીટ દાખલ થતાં જામીન અરજી 18 જુલાઈના રોજ કરી હતી. જેની દલીલો સરકાર તરફે કરવામાં આવી હતી કે, કેટલાક આરોપીઓએ બનાવટી—ખોટા સારવારના સર્ટીફીકેટો જામીન અરજી માટે રજૂ કર્યા હતા. આ સંદર્ભે સરકાર તરફે ફ઼િ.પો.કોડની ક્લમ 340 તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા પ્રોસીડીંગ કરવામાં આવી હતી. આ તમામ રજુઆત સાથે પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા તમામ આરોપીઓની જામીન અરજી 8 ઓગસ્ટના રોજ રદ કરેલી હતી.

આ હીકકતના સંજોગો જોતા 21 આરોપીઓની જામીન અરજી રદ થયેલી હતી. આ ગુનાના કામે બે ગંભીર ગુનાહિત ભુતકાળ ધરાવતા આરોપીઓને પકડવાના બાકી હતાં. તે અગાઉ 27 ઓગસ્ટના રોજ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવેલું છે. હવે ત્યાર બાદ કાયદાકીય જોગાઈ, બદલાયેલા સંજોગોના આધારે ફ૨ી ચાર્જશીટ વહેલી દાખલ થઈ ગયેલ હોવાથી 6 સપ્ટેમ્બરના રોજ અગાઉના 21 આરોપીઓએ નવી જામીન અરજી કરેલી હતી.

બીજી વખત પણ 21 આરોપીઓના જમીન નામંજૂર કરાયા

આ પ્રકારના ગંભીર ગુનામાં આરોપીઓ જયારે ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે 2 વ્યકિતઓને જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો અને તે જ સમયે પોલીસ આવી જતાં નાસી ગયેલા હતા. જો સમયસર પોલીસ બનાવ સ્થળ ઉપર પહોંચેલી ન હોત તો ખુબ જ મોટો બનાવને અંજામ આપવાની તમામ આરોપીઓએ તૈયારી કરી હોવાની રજુઆત કરાઇ હતી. અલગ અલગ વાહનો જેવા કે રીક્ષા, ટૅમ્પામાં જવલનશીલ ઓઈલ, ડીઝલ, પેટ્રોલ લઈને આવીને આ ગુનાના અંજામ આપવાનો પ્રયત્ન કરેલો હોવાનું ઉમેરવામાં આવ્યું હતું. બે વ્યક્તિઓને સળગાવી દઈ જાનથી મારી નાંખવાનો પ્રયત્ન કરી જાન-માલને નુકશાન કરવા જેવા ગંભીર ગુનામાં જામીન આપવા જોઈએ નહી તેવી રજુઆત સરકાર પક્ષ તરફે જીલ્લા સરકારી વકીલ પી.બી. પંડયાની રજુઆતને ધ્યાનમાં લઈ ભરૂચ પ્રિન્સિપલ એન્ડ સેશન્સ જજએ 13 સપ્ટેમ્બર ના રોજ બીજી વખત 21 આરોપીઓની જામીન અરજી નામંજુર કરેલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!