- હાલ હેટ સ્પીચની ઘટનાઓ વારંવાર બની રહી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે હેટ સ્પીચ એટલે કે અપ્રિય અને સમાજને નુક્સાન કરતાં ભાષણો રોકવા કોઇ ચોક્કસ કાયદા નથી…
ભારત દેશમાં વખતો વખત હેટ સ્પીચ ચર્ચાનો વિષય બને છે. જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી હોય ત્યારે હેટ સ્પીચ અંગેની ફરિયાદો વધી જાય છે. આવી હેટ સ્પીચ સમાજની શાંતિ માટે ખતરારૂપ પણ સાબિત થઇ હોવાના ઘણા બનાવો બન્યા છે. સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા કેટલાક નેતાઓ હેટ સ્પીચનો સહારો લેતા હોય છે. ત્યારે હેટ સ્પીચ પર નિયંત્રણ મૂકવા વિવિઘ સ્તરે પ્રયાસો ચાલી રહ્યા છે. દેશના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટેમાં સોગંદનામુ દાખલ કરી જણાવ્યુ છે કે હેટ સ્પીચ એટલે કે અપ્રિય ભાષણ અંગે દેશમાં કોઇ સ્પષ્ટ કાયદો નથી કે વર્તમાન કાયદો યોગ્ય નથી. તેથી ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ પાસે માર્ગદર્શન માંગ્યું છે.