- હવે તેમનાથી આગળ ફક્ત એલન મસ્ક
ભારતનાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી શુક્રવારે ફ્રાન્સના એલવીએમએચના બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ છોડીને વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં બીજા નંબર પર પહોંચી ગયા છે. એલન મસ્ક હવે પહેલા નંબર પર છે. બીજા નંબર પર ગૌતમ અદાણી, ત્રીજા નંબર પર બર્નાર્ડ અર્નાલ્ટ, ચોથે નંબર પર જેફ બેઝોસ અને પાંચમાં નંબર પર બિલ ગેટ્સ છે.
ગૌતમ અદાણી અને ફેમિલીનું નેટવર્થ 154.6 બિલિયન ડોલર છે. તો સ્પેસ એક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કનું નેટ વર્થ $273.5 બિલિયન ડોલર છે. તો મુકેશ અંબાણી $92.1 બિલિયન ડોલર નેટવર્થ સાથે આઠમા સ્થાને છે.ગૌતમ અદાણીના ઘરના રાશનથી લઈને કોલસાની ખદાન સુધી, રેલવે, એરપોર્ટ, બંદરગાહથી લઈને વીજળી બનાવવાના હજારો કારોબાર છે.
તાજેતરમાં જ ગૌતમ અદાણી દ્વારા નિયંત્રિત અદાણી જૂથે મીડિયા કંપની NDTVમાં પરોક્ષ રીતે 29.18 ટકા હિસ્સો ખરીદ્યો છે.