- અફઘાનિસ્તાનને મદદ રોકવા બાબતે પાકિસ્તાનનાં વ્યવહારની આકરી ટીકા કરી….
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનઃ એકવાર પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.. શાંઘાઈ ખાતે યોજાયેલ અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનને મદદ રોકવા પાકિસ્તાનના વલણની ટીકા કરી હતી…
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/UZBEKISTAN-SCO-28_1663315498998_1663315498998_1663315536256_1663315536256.jpg)
SCO શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ની સમિટમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે ભારતને અફઘાનિસ્તાન અને મઘ્ય એશિયામાં જમીન દ્વારા ટ્રાનઝિટ ટ્રેડ ઍક્સેસ આપવાનો પાકિસ્તાને ઇનકાર કર્યો હતો. તેનો ઉલ્લેખ કરી વડાપ્રધાન મોદીએ ટકોર કરતાં જણાવ્યુ હતુ કે SCOના સભ્યો એકબીજાને સંપૂર્ણ પરિવહન આપે તોજ સારું પ્રાદેશિક જોડાણ અને વિકાસ શકય બની શકે છે.