- અબુના સૌથી નાના લગ્ન માત્ર 1 રાત સુધી જ ટક્યા
- પ્રથમ લગ્ન માત્ર ૨૦ વર્ષેની વયે કર્યા હતા
સાઉદી અરબના રહેવાસી 63 વર્ષીય અબુ અબ્દુલ્લા તેમના લગ્ન જીવનના કારણે અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ વ્યક્તિએ ૬૩ વર્ષની ઉંમરમાં એક-બે નહીં, પરંતુ 53 લગ્ન કર્યા છે. તેઓ એક બિઝનેશમેન છે. અબુએ ૫૩ લગ્ન કરવા અંગે ખુબ વિચિત્ર કારણ આપ્યું છે. તેમણે કહ્યુ છે કે 53 વખત લગ્ન તેમણે પોતાની ખુશી કે માત્ર સંબંધ બનાવવા માટે નથી કર્યા, પરંતુ જીવનમાં સંતુલન અને માનસિક શાંતિ મેળવવા માટે કર્યા છે.

રિપોર્ટ અનુસાર અબુ જ્યારે 20 વર્ષના હતા ત્યારે તેમના પહેલા લગ્ન કર્યા હતા. પહેલી પત્ની તેમનાથી 6 વર્ષ મોટી હતી. તેઓ પહેલા લગ્નથી ખુશ હતા. અને તેમને બાળકો પણ થયા હતા. પરંતુ થોડા દિવસો બાદ તેમના વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. તેથી તેમણે બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. અને માત્ર 23 વર્ષની ઉંમરમાં તેમણે બીજા લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ તે બાદ તેમની પહેલી અને બીજી પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા. આ કંકાસથી બચવા માટે તેમણે ત્રીજી વખત અને પછી ચોથી વખત પણ લગ્ન કર્યા હતા.મહિલાઓની વચ્ચે ઝઘડાઓનો સિલસિલો વધી જતા અબુએ પહેલી ત્રણેય પત્નીઓને તલાક આપી દીધો હતો.

અબુએ કહ્યુ કે તેઓ આટલા બધા લગ્ન એટલા માટે કરી રહ્યા હતા કેમ કે તેઓ પોતાના માટે પરફેક્ટ પત્ની ઈચ્છતા હતા જે તેમને સમજે અને ખુશ રાખે. તેઓ દરેક પત્નીની સાથે સારી રીતે વર્તન કરતા હતા. પરંતુ આ વાતને સંતોષ મળ્યો ન હતો. તેમણે માત્ર સાઉદી મહિલાઓ સાથે જ નહીં પરંતુ વિદેશી મહિલાઓ સાથે પણ લગ્ન કર્યા હતા. અબુએ ૨૦ વર્ષથી ઉમંરથી શરૂઆત કરી 43 વર્ષમાં 53 લગ્ન કર્યા હતા. તેઓ 3-4 મહિના માટે બિઝનેસ ટ્રિપ પર જતા હતા અને ત્યાં મહિલાઓ સાથે મુલાકાત કરતા હતા. લગ્ન વિના ખરાબ હરકતોમાં ફસાઈ જવાના ડરના કારણે તેઓ તેમની સાથે લગ્ન કરી લેતા હતા. અબુના સૌથી નાના લગ્ન માત્ર 1 રાત સુધી જ ટક્યા હતા. હાલ અબુ 1 મહિલાની સાથે લગ્નના બંધનમાં છે અને હવે બીજા લગ્ન કરવા ઈચ્છતા નથી.