- સુરતના ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના 150થી વધુ ભાજપના સમર્થકો AAPમાં જોડાયા
સુરતના ચોર્યાસી વિસ્તારમાં ભાજપાને મોટો ફટકો પડયો છે. આ વિસ્તારના 150 જેટલા ભાજપના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પોતાનુંસંગઠન વધુ મજબૂત કરવાનો પ્રયાસકરીરહી છે. જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર જાહેર કરી તેમના ઘેર ઘેર જઈને લોકોને AAPમાં જોડવાનો પ્રયાસ શરૂ કરીદેવાયો છે. ત્યારે સુરતમાં 150થી વધુ ભાજપના સમર્થકો AAPમાં જોડાયા છે.
ચોર્યાસી વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટર અને તેની ટીમ દ્વારા સ્થાનિક યુવાનોનો સંપર્ક કરીને આમ આદમી પાર્ટીમાં લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જે યુવાનો રાજકીય રીતે આગળ વધવા ઇચ્છતા હોય અને વર્તમાન સરકારથી ખુશ ન હોય તેવા યુવાનોને પાર્ટીમાં લાવવા માટેનું કામ શરૂ કરી દીધું છે. ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં પરપ્રાંતીય મતદારોની સંખ્યા ખૂબ મોટી છે. પરપ્રાંતીઓના મત જો આમ આદમી પાર્ટીને મળે તો AAP વિધાનસભા ચૂંટણીમાં ટક્કર આપી શકે છે.