- દક્ષિણ ગુજરાતમાં 12 બેઠક પર 156 લોકોએ ઉમેદવારી કરી, 12 બેઠક ઉપર 12 ઉમેદવારો જાહેર કરાશે
- કોંગ્રેસ પાર્ટી આ વખતે બધી જગ્યાઓમાંથી જીતવા માટેનો પ્રયાસ કરશે : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.એમ.સંદીપ
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સુરતના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.એમ.સંદીપની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.એમ.સંદીપ, ગોવિદ પટેલ અને યુનુસ પટેલ તેઓ 12 બેઠક પર 156 લોકોએ ઉમેદવારી કરી છે. એ તમામ ઉમેદવારો જોડે ચર્ચા કરી ત્યારબાદ 12 બેઠક ઉપર 12 ઉમેદવાર જાહેર કરશે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-2.11.10-PM-1024x576.jpeg)
સુરત શહેર અલગ અલગ પાર્ટીઓ માટે એપી સેન્ટર બની હોય તેમ માનવામાં આવી રહ્યું છે. આજરોજ સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.એમ.સંદીપના અધ્યક્ષતામાં આગામી વિધાનસભાની ચૂંટણી લઈને બેઠક કરવામાં આવી છે. આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.એમ.સંદીપએ જણાવ્યું કે, આ વખતે અમે ઉમેદવારોના નામ જાહેર કરતા પહેલા જે ઉમેદવારે પોતાનું નામ નોંધાવ્યુ છે તે તમામ ઉમેદવારો જોડે અમે લોકો રૂબરૂ મુલાકાત કરી ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ તેનું નામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારનું નામ જાહેર થાય ત્યારે બધા સાથે મળીને જ આ વખતે ચૂંટણી લડવાનું છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે ત્યારે આ સરકારથી ગુજરાતના લોકો હવે હેરાન થઈ ગયા છે તેમ લાગી રહ્યું છે. ત્યારે આ ગુજરાતની જનતા માટે કોંગ્રેસ પાર્ટી એક જ આશા છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે બધી જગ્યાઓમાંથી જીતવા માટેનો પ્રયાસ કરશે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)