રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચારથી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજથી છ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મનીષ સિસોદિયા સાબરમતી ગાંધી આશ્રમથી ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની યાત્રાનો પ્રારંભ કરશે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સીએમ મનીષ સિસોદિયા 21 સપ્ટેમ્બરના રોજ સાબરમતી આશ્રમથી બાપુના દર્શન કરી ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરશે. 21સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં યાત્રા કરશે. બસ હવે પરિવર્તન જોઈએ થીમ પર ઉત્તર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ યાત્રા અને સભાઓ ગજવશે.
આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત જણાઈ રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં તેઓને હજી સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુધી પહોંચવા માટે હવે ત્યાં ફરી એકવાર યાત્રાનું આયોજન કર્યું.