ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ મનુબર ચોકડી નજીક ખાનગી બસના ચાલકે પરિવારને અડફેટે લેતા પાંચ વર્ષીય બાળકીને ઇજાઓ પહોંચી હતી ભરૂચની એબીસી ચોકડીથી દહેજને જોડતો મુખ્ય માર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે આ મુખ્ય માર્ગ પર અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ દિન દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે તાજેતરમાં જ નંદેલાવ બ્રિજ નજીક એક ચાર વર્ષીય માસુમ બાળકીનું બસ અડફેટે મોત નિપજવાની ઘટનાની સાહિ હજુ સુકાય નથી ત્યાં બીજી અકસ્માતની ઘટના આજરોજ ભરૂચની મનુબર ચોકડી ખાતે બની હતી

શ્રમજીવી પરિવાર માર્ગ ઓળંગી રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે શેરપુરાથી દહેજ જતી ખાનગી કંપનીની લક્ઝરી બસના ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે પિતા અને માતાનો બચાવ થયો હતો આ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાળકીને સ્થાનિકોએ રિક્ષામાં બેસાડી તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો અકસ્માતને પગલે માર્ગ ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અકસ્માતને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.




