- વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા સંકલ્પ દિવસ ની ઉજવણી
- ગાયના નામે મત માંગનારાઓ પાસે ગોપાલકોને મળવાનો સમય નથી
વડોદરા : વડોદરા ખાતે આજરોજ કોંગી નેતા અમિત ચાવડાની આગેવાનીમાં સંકલ્પ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સંકલ્પ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ ને યાદ કર્યા હતા. તેઓ આ કાર્યક્રમમાં ભાજપા ઉપર વરસ્યા હતા.

અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે અમે અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ બાબા સાહેબે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપ્યું હતું. દેશ ના તમામ નાગરિકોને સમાન અધિકાર મળે તેવું બંધારણ હતું. આજે ભાજપે નાગરિકોના અધિકારો આઝાદી છીનવી છે. 27 વર્ષમાં ભાજપના સાસકોએ આદિવાસી,દલિતો,લઘુમતી સમાજ સાથે અન્યાય કર્યો છે. આવનાર દિવસોમાં ગરીબ સમાજના અધિકાર અને ન્યાય માટે કોંગ્રેસ લડશે. ગરીબોને સન્માન સાથે ન્યાય અપાવીશું. આર.એસ.એસ.ના મોહન ભાગવતે ઇમામની મુલાકાત કર્યા બાદ તેઓને રાષ્ટ્રપિતા કહેવા મામલે અમિત ચાવડાએ જણાવ્યુ કે ગોડશેને ઉદભવ આપનાર લોકો અને લોકોને લડાવનાર લોકો પાકિસ્તાન જઈ બિરિયાની ખાય છે. ચૂંટણી આવે એટલે નાટકો શરૂ કરી દે છે. 27 વર્ષ બાદ પણ ભાજપે ભેદભાવ,અન્યાય કર્યો એ હવે લોકો સમજી ગયા છે. પાંજરાપોળમાં સહાય ન મળતા પાંજરાપોળના સંચાલકો દ્વારા નોંધાયેલ વિરોધ અંગે તેઓએ જણાવ્યુ કે પોતાની જાતને હિન્દુ સમાજના ઠેકેદાર સમજનાર લોકોના શાસનમાં લાખો ગાયો વાઇરસ ના કારણે મરી ગઈ, ગાય ને માતા કહેનારા લોકો મીઠાના પાણી વાળા ઇન્જેક્શન આપી રહ્યા છે. ભાજપે ગાયોના નામે મત લીધા પરંતુ માલધારીઓ સાથે મળવાનો સમય નથી. ભાજપાના નેતાઓ ફક્ત સત્તા માટે રાજકારણ કરી રહ્યા છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
( ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)




