Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દીપડો હોવાની ચર્ચાથી ફફડાટ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દીપડો હોવાની ચર્ચાથી ફફડાટ

  • વન વિભાગના અધિકારીઓએ વિશ્વામિત્રી કોતરમાં તપાસ હાથ ધરી

વડોદરા શહેરી વિસ્તારમાં વિશ્વામિત્રીના કોતરમાં એક દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો જેના કારણ વન વિભાગ દોડાતું થઇ ગયું હતું અને વિશ્વામિત્રી નદીના કોતરમાં તપાસ હાથ ધરી હતી.

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરમાં કારેલીબાગ વિસ્તારમાં આજે એક દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સ્થાનિક રહીશોએ દીપડો જોયો જોયો હોવાની વાત વહેતી થઇ હતી જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગેની જાણ વન વિભાગને થતા તેઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ડ્રોન કેમેરાની મદદદથી પણ સર્ચ કરવામાં આવ્યું હતું. જો કે સાંજ સુધીમાં કોઈ પણ પુરાવા મળી આવ્યા ન હતા. ત્યારે ખરેખર દીપડો શહેરી વિસ્તારમાં ઘુસી આવ્યો છે કે કેમ તે માટેની ઘનિષ્ટ તપાસ કરવામાં આવી રહી છે.

(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security