- 95 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અભિનેત્રી…
કેન્દ્ર સરકારે આજરોજ 79 વર્ષીય અભિનેત્રી આશા પારેખને વર્ષ 2022 માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 30 સપ્ટેમ્બરે એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ અંગેની માહિતી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી હતી. તેમણે કહ્યું હતું કે હિન્દી સિનેમામાં આશાને તેમના યોગદાન માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહી છે. દર વર્ષે ફિલ્મ ઉદ્યોગમાં કલાકારોના કામના સન્માન માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવે છે.
આશા પારેખે અત્યાર સુધી 95થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આશા અભિનેત્રી હોવાની સાથે નિર્માતા અને દિગ્દર્શક પણ રહી ચુકી છે. તેઓને વર્ષ 1992માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આશાને ઘણા પુરસ્કારો મળ્યા. જેમ કે અખંડ સૌભાગ્યવતી માટે 1963માં શ્રેષ્ઠ અભિનેત્રીનો ગુજરાત રાજ્ય પુરસ્કાર. 1971માં ફિલ્મ કટી પતંગ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ.